બુમરાહે આ શું કરી નાખ્યું, પોતાના જ કેપટન ને બોલ મારીને કરી દીધો બેહાલ… વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો

બુમરાહે આ શું કરી નાખ્યું, પોતાના જ કેપટન ને બોલ મારીને કરી દીધો બેહાલ… વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો,ટીમ ઈન્ડિયા અને અંગ્રેજી ક્લબ લેસ્ટરશાયર વચ્ચે 4-દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પોતાની ઘાતક બોલિંગથી પોતાના જ કેપ્ટનને ઈજા પહોંચાડતો જોવા મળી રહ્યો છે.રિષભ પંત, જસપ્રિત બુમરાહ, ચેતેશ્વર પૂજારા અને પ્રખ્યાત કૃષ્ણા આ પ્રેક્ટિસ મેચમાં લેસ્ટરશાયર તરફથી રમી રહ્યા છે.
— ParthJindalClub (@ClubJindal) June 23, 2022
મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગનો સામનો કર્યો હતો. આ દરમિયાન બુમરાહનો એક બોલ રોહિતને ઈજા પહોંચતા બચી ગયો હતો. બુમરાહનો એક ઘાતક બોલ રોહિત શર્માના પેટમાં ગયો.
આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ પ્રેક્ટિસ મેચની પ્રથમ ઈનિંગમાં વધુ પ્રદર્શન કરી શક્યો નહોતો. રોહિત શર્માએ પ્રથમ દાવમાં 47 બોલનો સામનો કરીને 25 રન બનાવ્યા હતા. રોહિત શર્મા વોકરના બોલ પર કેચ આઉટ થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે.
પ્રથમ દિવસની રમતના અંતે ટીમે 8 વિકેટના નુકસાને 246 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન કેએસ ભરતના બેટમાંથી આવ્યા, તે 111 બોલમાં 70 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, કેએસ ભરત (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.
સેમ ઇવાન્સ (કેપ્ટન), રેહાન અહેમદ, સેમ બેટ્સ (Wk), નેટ બાઉલી, વિલ ડેવિસ, જોય એવિસન, લુઇસ કિમ્બર, અબી સકંદે, રોમન વોકર, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને પ્રણભવ કૃષ્ણા.