‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અને લેખક અસિત કુમાર મોદીએ દિશા વાકાણી ઉર્ફે દયાબેનની વાપસી પર મૌન તોડ્યું છે. અસિતે કહ્યું કે, દયાબેનના પાત્રને પરત લાવવામાં કેટલો સમય લાગશે. નિર્માતાએ કહ્યું, ‘થોડો સમય લાગશે. અમે આ પાત્રને શોમાં કેવી રીતે પાછું લાવવું તેની યોજના બનાવી રહ્યા છીએ.
આસિત મોદીએ કહ્યું, ‘અગાઉ પણ અમે દયાબેનને શોમાં પાછા લાવવાનું વિચાર્યું હતું, પરંતુ કોવિડ-19ને કારણે કામ થયું નહીં. પરંતુ હવે અમે ટૂંક સમયમાં જ દયાબેનને શોમાં પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે એક-બે મહિનામાં તેમને પાછા લાવવાનો પ્રયાસ કરીશું. અમે ઈચ્છીએ છીએ કે દિશા વાકાણી શોમાં પાછી આવે, પરંતુ તેની કેટલીક પારિવારિક પ્રતિબદ્ધતાઓ છે.
હજુ પણ મને આશા છે કે તે પાછી આવશે, ભલે ગમે તેટલું મુશ્કેલ લાગે. જો કોઈ નવો ચહેરો પણ શોમાં આવશે તો તે પોતાની એનર્જી લઈને આવશે. દર્શકોએ સમજવું પડશે કે શો ચાલુ જ રહેશે અને તેને 14 વર્ષ થઈ ગયા છે. શોમાં આવા રિપ્લેસમેન્ટ જોવા મળશે. તેથી, મારે તેના માટે તૈયાર રહેવું પડશે.’
શૈલેષ લોઢાના શો છોડવાના સમાચાર વચ્ચે અસિત મોદીએ કહ્યું, ‘અમે એક પ્રતિભાશાળી અભિનેતાની શોધમાં છીએ. હકીકતમાં શૈલેષ લોઢા પણ વાપસી કરી શકે છે. મારો કોઈ અભિનેતા શો છોડી દે તે મને ક્યારેય પસંદ નથી.
વેલ, અમે તમને જણાવી દઈએ કે દિશા વાકણી શોમાં પરત ફરશે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ દયાબેનના પાત્રનું એક નવું નામ ચર્ચામાં આવ્યું છે, તે પાત્ર છે રાખી વિઝન. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SAB ટીવીના આ શોમાં ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રાખી વિઝનના નામ પર દયાબેન તરીકેની મહોર લાગવા જઈ રહી છે.