ભારત

એક જ પરિવાર ના 18 મુસ્લિમો એ અપનાવ્યો હિન્દૂ ધર્મ, કર્યું કંઈક આવું…

એક જ પરિવાર ના 18 મુસ્લિમો એ અપનાવ્યો હિન્દૂ ધર્મ, કર્યું કંઈક આવું…,એક જ પરિવારનાં 18 મુસ્લિમો એ હિન્દુ ધર્મ અપવનાવ્યો – જુઓ અહી,મધ્યપ્રદેશમાં 15 દિવસમાં મુસ્લિમમાંથી હિન્દુ બનવાની બીજી ઘટના સામે આવી છે. આ વખતે રતલામનાં આમ્બામાં 18 લોકોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે.

પરિવારનાં મોભી મોહમ્મદ હવે રામ સિંહ બની ગયા છીએ. ભીમનાથ મંદિરમાં મહા શિવપુરાણની પૂર્ણાહુતિ પર ગુરુવારે સ્વામી આનંદગિરિ મહારાજનાં સાંનિધ્યમાં ગાયના છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરીને જનોઈ ધારણ કરી હતી. આ પહેલા તમામે એફિડેવિટ પણ બનાવી લીધું હતુ.

તેમાં તેમણે કોઈપણ પ્રકારના દબાણ વગર ધર્મપરિવર્તનની વાત જણાવી છે. આ પહેલા પરિવારના મોભીએ સ્વામી આનંદગિરિની પાસે જઈને ધર્મપરિવર્તન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.55 વર્ષીય મોહમ્મદ શાહ, જેઓ જડીબુટ્ટીઓ અને તાવીજ વેચે છે, તેમણે પરિવાર અને સંબંધીઓ સાથે ધર્મ પરિવર્તન કર્યું હતું.

આ અગાઉ તેઓ સ્વામી આનંદગીરી મહારાજને મળ્યા હતા અને ધર્મ પરિવર્તનની વાત કરી હતી. આ બાબતે તેમણે મંજૂરી આપી ત્યારે શાહે કોર્ટમાંથી એફિડેવિટ બનાવી લીધું હતુ.

સ્વામીજીની હાજરીમાં ભીમનાથ મંદિર પાસે બનેલા કુંડમાં આખા પરિવારે ગાયનું છાણ, ગૌમૂત્રથી સ્નાન કર્યું હતુ. બાદમાં જનોઈ સાથે કેસરી વસ્ત્રો પહેરીને જય શ્રી રામ, જય મહાકાલ અને સનાતન ધર્મના જયઘોષ સાથે નારા લગાવ્યા હતા.ધર્મ પરિવર્તન પછી મોહમ્મદ શાહ રામ સિંહ અને તેમના પુત્ર મૌસમ શાહ અરુણ સિંહ બની ગયો છે.

એ જ રીતે શાહરૂખ શાહ હવે સંજય સિંહ બની ગયા છે. નઝર અલી શાહ રાજેશ સિંહ બન્યા, નવાબ શાહ મુકેશ સિંહ બન્યા, પત્ની શાયરાબી શાયરાબાઈ બની, પુત્રવધૂ શબનમ સરસ્વતીબાઈ બની અને પૌત્ર હીરો શાહ સાવન સિંહ બની ગયો છેઆ સાથે જ ધરમવીર શાહના પિતા હુસૈન શાહ ધર્મવીર સિંહ બન્યા, તેમની પત્ની આશાબી હવે આશાબાઈ બની ગઈ છે. અરુણ શાહ કરણ સિંહ બની ગયા, તેમની પત્ની મીનુબી થી હવે મીનાબાઈ તરીકે ઓળખાશે. એક જ પરિવારનાં 18 મુસ્લિમો એ હિન્દુ ધર્મ અપવનાવ્યો – જુઓ અહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *