હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ને અમદાવાદ માં ઘટી ગઈ એવી ઘટના, હચમચી ઉઠ્યું અમદાવાદ…

હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ને અમદાવાદ માં ઘટી ગઈ એવી ઘટના, હચમચી ઉઠ્યું અમદાવાદ…,હજી તો હાલ ચોમાસાની શરૂવાત થઈ છે. ત્યારે ચોમાસની શરુવાતમાં જ એક ચોંકાવનારી સમાન ઘટના સામે આવી છે.
જાણવા મળ્યું છે કે, શહેરના ચાંદખેડા વિસ્તાર માં શુભલક્ષ્મી સોસાયટીના સિફોન સોસાયટીમાં એક દુ:ખદ ઘટના બની છે. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ સ્ટ્રીટ લાઈટના થાંભલાને અડતા 10 વર્ષના બાળક અને મહિલાને કરંટ લાગતા બંનેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
જેના કારણે બંને પરિવારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ દુ:ખદ સમાચાર વાયુવેગે આખા વિસ્તારમાં પ્રસરતા ચકચાર મચી જવા પામી છે. બાળકને બચાવવા જતા મહિલાનું પણ મૃત્યુ થયું છે.
મૃતક બાળકના પિતા પીન્ટુભાઇના કહેવા પ્રમાણે, સામાન્ય વરસાદના છાટાં પડ્યા હતા. જેના કારણે કરંટ આવી ગયો હતો. આ દરમિયાન છોકરો ગેટની અંદર આવી રહ્યો હતો કે બહાર જઇ રહ્યો હતો તેની ખબર નથી. પરંતુ આ સમયે બાળકને ગેટને અડતા અચાનક જ કરંટ લાગ્યો હતો. જે બાજુવાળા ભાભીએ જોયું હતું અને તે દોડીને આવ્યાં અને તેને અડ્યા કે તેઓને પણ કરંટ લાગ્યો હતો.
કરંટ લાગ્યા બાદ તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ 10 જ મિનિટમાં હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું કે, તે બંનેનું મૃત્યુ નીપજ્યું છે.