હાર્દિક પંડ્યાના ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રિકેટરે કહી દીધી આવડી મોટી વાત, વિશ્વાસ કરવો પણ છે મુશ્કેલ… જાણો અહીં

હાર્દિક પંડ્યાના ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રિકેટરે કહી દીધી આવડી મોટી વાત, વિશ્વાસ કરવો પણ છે મુશ્કેલ… જાણો અહીં,હવે હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકા સામે ધમાકેદાર ઈનિંગ રમ્યા બાદ બીસીસીઆઈને એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો.
હાર્દિકે કહ્યું, વાપસીને લઇ મારા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. હું બસ પોતાને જવાબ આપવા માગતો હતો. હું આ નક્કી કરવા માટે સવારે 5 વાગ્યે ઉઠીને ટ્રેનિંગ લેતો હતો. પછી હું બીજી વખત સાંજે 4 વાગ્યે ગ્રાઉન્ડમાં જતો હતો.
કારણકે એ નક્કી થઇ શકે કે મેં પોતાની જાતને આરામ આપ્યો છે. હું આ 4 મહિના દરમ્યાન રાત્રે 9:30 વાગ્યે ઊંઘતો હતો. મેં ઘણા બલિદાન આપ્યાં, પરંતુ મારા માટે એ લડાઈ હતી જે મેં આઈપીએલ રમતા પહેલા લડી.
સારું પરિણામ જોતા સંતોષ થયો.હાર્દિકે કહ્યું કે વિશ્વ કપ તેમના માટે મહત્વપૂર્ણ લક્ષ્ય છે. આ સાથે હાર્દિક ભારતીય ટીમની દરેક મેચમાં પોતાનુ બેસ્ટ આપવા માગે છે. હાર્દિકે કહ્યું, તમે જે પણ શ્રેણી અથવા મેચ રમો છો તે તમારા માટે મહત્વની હોય છે.
From emotions on making a comeback to #TeamIndia and #TATAIPL triumph to goals for the future. 👏 👍
DO NOT MISS as @hardikpandya7 discusses this and more. 👌 👌
Full interview 🎥 🔽 #INDvSA | @Paytm https://t.co/2q8kGRpyij pic.twitter.com/BS2zvnxbpP
— BCCI (@BCCI) June 11, 2022
મારું લક્ષ્યાંક વિશ્વ કપ છે, પોતાનુ પ્લેટફોર્મ જાળવવા માટે આ યોગ્ય મંચ છે અને બેક ટૂ બેક ઘણી ક્રિકેટ આવવાની છે. હંમેશા પોતાના સ્થાને યથાવત રહેવુ ખૂબ જરૂરી હોય છે. હાર્દિક પંડ્યાના ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રિકેટરે કહી દીધી આવડી મોટી વાત, વિશ્વાસ કરવો પણ છે મુશ્કેલ… જાણો અહીં