ગુજરાત

AAP ના પ્રમુખે આ શું કરી નાખ્યું, પોલીસે કરી કડક કાર્યવાહી…. જાણો ચોંકાવનારી ઘટના વિશે

AAP ના પ્રમુખે આ શું કરી નાખ્યું, પોલીસે કરી કડક કાર્યવાહી…. જાણો ચોંકાવનારી ઘટના વિશે,ભ્રષ્ટાચારવિરોધી પાર્ટીના સુત્ર સાથે અસ્તિત્વમાં આવેલી આમ આદમી પાર્ટીનો જેતપુર શહેર પ્રમુખ જ કારખાનેદાર પાસેથી ખોટી રીતે 20 લાખની ખંડણી ઉઘરાવવા જતાં આબાદ સપડાઇ ગયો હતો

પોલીસમાં ફરિયાદ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. જેતપુરમાં ૨૦૧૮માં સાડીના એક કારખાનાને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી અને તે કારખાનું ચાલુ હોવાની અરજી આપના શહેર પ્રમુખે જીપીસીબીમાં કરી

તેના સમાધાન પેટે કારખાનેદાર પાસેથી 20 લાખની ખંડણી માગવાની ઘટના સામે આવી છે.શહેરના ચાંપરાજપુર રોડ પર જય ગૌતમ ટેક્ષટાઇલ નામના સાડીના કારખાનાને વર્ષ ૨૦૧૮માં જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારી દેવામાં આવી હતી અને કારખાનું બંધ જ હતું.

છતાં ચાલુ હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટી જેતપુર શહેરના પ્રમુખ ભાવેશભાઈ ગીણોયાએ જીપીસીબી તેમજ પીજીવીસીએલમાં કરી હતી. જેથી રમણિકભાઈ ઈંદ્રિશને મળતા તેણે પચાસ લાખ રૂપિયા આપવાની વાત કહી.

પરંતુ આટલા રૂપિયા પોતાનાથી ન થાય તેવી દલીલો રમણીકભાઇએ કર્યા બાદ ભાવેશભાઈએ ધમકી પણ આપી કે હું રાજસ્થાનની જેલમાં હત્યા અપહરણ ગુનામાં રહી આવ્યો છું તું નહિ સમજ તો તારા પણ આવો જ હાલ થશે.

જેમાં એક મહિનો જેટલો સમય વાટાઘાટો રૂબરૂ મુલાકાત અને ફોન કોલને અંતે વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું.બીજી બાજુ કારખાનેદાર રમણીકભાઈનું કારખાનું ચાલુ જ નહતું, જેથી પોતે સાચા હોવાથી તેઓએ આ બાબતે પોલીસમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાવેશ ગીણોયા અને ઈંદ્રિશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ડરાવી,

ધાક ધમકી આપી તેમજ મારી નાખવાની ધમકી આપી ખંડણી ઉઘરાવવા માટે એકબીજાની મદદગારી કરવા અંગેની આઈપીસી ૩૮૪, ૩૮૯, ૫૦૬(૨) અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી આપના શહેર પ્રમુખ ભાવેશ ગીણોયાની ધરપકડ કરી હતી.AAP ના પ્રમુખે આ શું કરી નાખ્યું, પોલીસે કરી કડક કાર્યવાહી…. જાણો ચોંકાવનારી ઘટના વિશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *