મનોરંજન

કોહલી અગાઉ આ ખેલાડી સાથે પ્રેમ પ્રકરણ માં જોડાયેલી હતી અનુષ્કા, ખૂબ રંગીન રહી છે અભિનેત્રી ની લવલાઈફ

અનુષ્કા શર્માની પ્રેમ કહાનીમાં ઘણા હીરો રહી ચૂક્યા છે. રણવીર સિંહની સાથે તો તેની પ્રેમ કહાની ચાલી. પરંતુ ત્યારબાદ તેના જીવનમાં વધુ એક ક્રિકેટરે એન્ટ્રી કરી છે. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ તેની જીવનસાથી બની ગઇ.

પરંતુ અન્ય ખેલાડી સાથે તેનો સંબંધ વધારે ચાલી શક્યો નહીં. હવે તમે વિચારી રહ્યાં હશો કે આખરે વિરાટ કોહલી સિવાય કયો ક્રિકેટર અનુષ્કાની સાથે પ્રેમના ગીત ગાઇ ચૂક્યો છે, તો ચાલો આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ.

વિરાટ કોહલી બાદ અનુષ્કાનો ક્રિકેટ સાથે સંબંધ જોડાયો એવુ નથી. ખરેખર અનુષ્કાના ભાઈ સ્ટેટ લેવલ ક્રિકેટર છે અને આ જ કારણ છે કે તેને પહેલેથી ક્રિકેટમાં રસ તો છે જ. અનુષ્કાએ વર્ષ 2008માં ફિલ્મ રબ ને બના દી જોડીથી બોલીવુડ ડેબ્યુ કર્યુ.

આ ફિલ્મથી જ તેના સફળ બોલીવુડ કારકિર્દીની શરૂઆત થઇ હતી. વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત બાદ અનુષ્કાનુ નામ રણવીર સિંહ સાથે જોડાવા લાગ્યુ. તેમની વચ્ચેના પ્રેમના કિસ્સા બોલીવુડમાં ચર્ચાનો વિષય બની ગયા. જો કે, આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહીં અને બંનેનુ બ્રેકઅપ થયુ.

અનુષ્કા શર્માએ બોલીવુડમાં પગ મુક્યા બાદ થોડા વર્ષ પછી ખુલાસો કર્યો હતો કે તે એન્ગજાઈટી ડિસઓર્ડરથી ઝઝૂમી રહી છે. પરંતુ આ દરમ્યાન 2012માં મીડિયામાં અહેવાલો ચાલ્યા હતા કે અનુષ્કા ક્રિકેટર સુરેશ રૈનાને ડેટ કરી રહી છે. બંનેના પ્રેમના કિસ્સા ખૂબ સાંભળવા મળ્યાં. જો કે, બંનેએ આ વાતની ક્યારેય પુષ્ટી કરી નહોતી અને સંબંધને પણ ક્યારેય સ્વીકાર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *