યુઝવેન્દ્ર ચહલ ની પત્નીએ IPL ફાઇનલ માં કર્યો એવો ધમાકેદાર ડાન્સ, સ્ટેડિયમમાં ચડ્યો ગરમીનો પારો… જુઓ વિડીયો

યુઝવેન્દ્ર ચહલ ની પત્નીએ IPL ફાઇનલ માં કર્યો એવો ધમાકેદાર ડાન્સ, સ્ટેડિયમમાં ચડ્યો ગરમીનો પારો… જુઓ વિડીયો,ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં ધનશ્રી વર્મા સ્ટેડિયમની અંદર અંગ્રેજી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે, વીડિયોને શેર કરતા ધનશ્રી વર્માએ કેપ્શનમાં લખ્યું, ‘જિંગલિંગ ️ ફાઇનલ.’ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ધનશ્રીના આ વીડિયોના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, ‘કાલ માટે તૈયાર થઈ જાવ, હલ્લા બોલ’. બીજી તરફ અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘તમારા કારણે રાજસ્થાન રોયલ્સ જીત્યું.’
તમને જણાવી દઈએ કે IPLની ગ્રાન્ડ ફિનાલે 29મી મેના રોજ યોજાવા જઈ રહી છે, જે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. યુઝવેન્દ્ર રાજસ્થાન ટીમનો સ્પિનર છે.