સમુદ્ર ની લહેરો વચ્ચે જ આ યુવતીએ આપ્યો બાળકને જન્મ, ડિલિવરી જોઈને હર કોઈ હેરાન… જુઓ અહીં,દરિયાના મોજા વચ્ચે એક મહિલાએ બાળકને જન્મ આપ્યો.
તેણે ડિલિવરીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ ચોંકી ગયા હતા. મહિલાએ પોતાની ડિલિવરીનું નામ ‘ફ્રી બર્થ’ રાખ્યું છે. આ 37 વર્ષીય મહિલાનું નામ જોસી પ્યુકર્ટ છે અને તે નિકારાગુઆની રહેવાસી છે.
તેણે પ્રશાંત મહાસાગરમાં પાણીની લહેરો વચ્ચે બાળકને જન્મ આપ્યો. જોસીએ ફેબ્રુઆરીમાં ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કર્યો હતો, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જોસી પહેલેથી જ 4 બાળકોની માતા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જેમાં જોસી તેના 42 વર્ષીય પતિ બેની કોર્નેલિયસ સાથે જોવા મળી રહી છે.
જોસીના પતિએ ડિલિવરી કરવામાં મદદ કરી. તેઓ નાળને રાખવા માટે ટુવાલ, બાઉલ જેવી સામાન્ય વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા. ડિલિવરીમાં કોઈ આધુનિક સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.’ડેઇલી મેઇલ’ અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન જોસીએ કહેવાતા ‘ફ્રી બર્થ’ માટે તબીબી સહાય વિના તેના બાળકને જન્મ આપ્યો હતો.
Woman gives birth in the ocean – and her husband brings along a SIEVE https://t.co/p5n0ueYLNU
— Daily Mail Online (@MailOnline) June 1, 2022
વિડિયોમાં, જોસી ડિલિવરી સમયે દર્દથી રડતી મોજાઓ વચ્ચે જોઈ શકાય છે.જોસી કહે છે કે તેની પીઠ સાથે અથડાતા તરંગો તેને ડિલિવરી દરમિયાન આરામદાયક અનુભવ કરાવતા હતા.
તેણે કહ્યું કે હું બતાવવા માંગતી હતી કે સ્ત્રીનું શરીર તબીબી હસ્તક્ષેપ વિના પણ બાળકો પેદા કરવા સક્ષમ છે. તે આ ડિલિવરી સંપૂર્ણપણે નેચરલ અને ફ્રી કરાવવા માંગતી હતી. જો કે, જોસી દ્વારા કરવામાં આવેલી ડિલિવરીની આ પ્રક્રિયા વિવાદોથી ભરેલી છે. 2018 માં, જ્યારે કેલિફોર્નિયાની એક મહિલાએ આ તકનીકથી બાળકને જન્મ આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે મૃત જન્મ્યો. નિષ્ણાતો પણ આવી પ્રક્રિયાને અનુસરવાનો ઇનકાર કરે છે.