માતા-પિતાને કરેલો વાયદો અધુરો રહી ગયો, નવપરણિત વર-વધુ સાથે થયું એવું જે કોઈએ વિચાર્યું પણ ન હતું,કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બેંક-મેનેજર વિજયની ગોળી મારીને હત્યા કરી નાખી.
વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ભગવાન ગામના રહેવાસી હતા. ચાર મહિના પહેલાં જ 10 ફેબ્રુઆરીએ વિજયના લગ્ન મનોજ કુમારી સાથે થયા હતા. લગ્નના 10 દિવસ પછી જ વિજય ડ્યૂટી પર પરત ફર્યા હતા.એક મહિના પછી તેમની પત્ની કાશ્મીર આવી હતી. પરિવારવાળા તેમના લગ્નનો વીડિયો જોવા માટે તેમની રાહ જોઈ રહ્યા હતા.
પરિવારના લોકો વિજયને કહેતા હતા કે તું ઘરે આવીશ ત્યારે બધા સાથે બેસીને વીડિયો જોઈશું. ત્યારે તેને પરિવારના લોકોને વાયદો કર્યો હતો કે જુલાઈમાં તે ગામડે આવશે, પરંતુ હવે તેમની પત્ની તેમનો મૃતદેહ લઈને ગામડે પરત ફરી રહી છે.વિજય કુમારના પિતા સરકારી સ્કૂલમાં અધ્યાપક છે. બિરકાલ ગામમાં નિયુક્ત છે.
એક નાનો ભાઈ છે, જે ભણી રહ્યો છે. કાશ્મીરની સ્થિતિથી પરિવારના લોકો વાકેફ છે, તેથી માતા-પિતા દરરોજ વીડિયો કોલ કરીને પુત્ર-પુત્રવધૂ સાથે વાત કરતા હતા.
આ દરમિયાન વિજય માતા-પિતાને જણાવતા હતા કે અહીં બધું જ બરોબર છે, તમે લોકો પણ અહીં ફરવા આવો.વિજય કુમારનો મૃતદેહ ઘરે પહોંચી ગયો છે. મૃતદેહ તેમની પત્ની જ લઈને આવી છે.
તેમની સાથે ત્યાં નોહરમાં રહેતા કેટલાક લોકો પણ છે.વિજય કુમારની હત્યાની જવાબદારી ફ્રીડમ ફાઇટર્સ (KFF) નામના સંગઠને લીધી છે. આ આતંકવાદી સંગઠનના પ્રવક્તા વસીમ મીરે લેટર જાહેર કરી કહ્યું કે- હજુ પણ મોદીની ખોટી વાતમાં આવવાનું બંધ કરો, નહીંતર હવે પછીનો નંબર તમારો હશે. કાશ્મીર સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સાંખી નહીં લેવાય.માતા-પિતાને કરેલો વાયદો અધુરો રહી ગયો, નવપરણિત વર-વધુ સાથે થયું એવું જે કોઈએ વિચાર્યું પણ ન હતું