વરરાજા વિના જ લગ્ન કરશે વડોદરા ની આ યુવતી, અને લગ્ન બાદ 2 અઠવાડિયા ગોવા માં એકલી મનાવશે હનીમૂન – જાણો અહી

વરરાજા વિના જ લગ્ન કરશે વડોદરા ની આ યુવતી, અને લગ્ન બાદ 2 અઠવાડિયા ગોવા માં એકલી મનાવશે હનીમૂન – જાણો અહી,શું તમે વરરાજ વગરના લગ્ન વિશે ક્યારેય કલ્પના કરી છે? આવી જ રીતે લગ્ન કરવા જઈ રહી છે વડોદરાની એક યુવતી.
નામ એનું ક્ષમા બિંદૂ છે અને તે 11 જૂને લગ્ન કરવા જઈ રહી છે. કમાલની વાત એ છે કે, તે સજીધજીને મંડપમાં જશે અને પુરા રીતિ-રિવાજથી લગ્ન કરશે. પણ પોતાની સાથે જ.વડોદરાની 24 વર્ષની ક્ષમા બિંદૂ નામની છોકરી અનોખી રીતે લગ્ન કરવા જઈ રહી છે.
તે કોઈ વરરાજા સાથે નહીં પરંતુ પોતાની સાથે લગ્ન કરશે. આવા પ્રકારના લગ્ન સોલોગામી તરીકે પણ જાણીતા છે. આ લગ્નમાં તમામ પરંપરાગત અનુષ્ઠાન થશે.
ક્ષમા પોતાને સિંદૂર પણ લગાવશે. બસ વરરાજા અને જાન નહીં હોય. મળતી માહિતી પ્રમાણે આ ગુજરાતનું પહેલું આત્મ-વિવાહ હશે. ક્ષમા લગ્ન બાદ હનીમૂન પર પણ જવાની છે. તે બે અઠવાડિયા માટે ગોવા જઈ રહી છે.
ક્ષમાએ કહ્યું કે, જ્યારે તેણે આ વાત તેના માતા પિતાને કરી હતી ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરંતુ બાદમાં તેમણે પરવાનગી આપી દીધી.વરરાજા વિના જ લગ્ન કરશે વડોદરા ની આ યુવતી, અને લગ્ન બાદ 2 અઠવાડિયા ગોવા માં એકલી મનાવશે હનીમૂન – જાણો અહી