ડોક્ટર ની મદદ વિના મહિલા એ દરિયા કિનારે પાણી માં બેસી ને બાળક ને જન્મ આપ્યો – જોઈ ને ચોંકી જશો,એક મહિલાએ સમુદ્રની લહેરોની વચ્ચે બાળકને જન્મ આપ્યો છે. જેનો વીડિયો તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
મહિલાએ પોતાની ડિલિવરીને ‘Free Birth’ નામ આપ્યું છે. આ વીડિયો જોઈ યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.37 વર્ષીય મહિલાનું નામ જોસી પ્યુકર્ટ છે અને તે નિકારાગુઆની રહેવાસી છે. તેણે પ્રશાંત મહાસાગરમાં પાણીની લહેરોની વચ્ચે બાળકને જન્મ આપ્યો.
જોસી પહેલાથી 4 બાળકોની માતા છે. તેને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો છે જે હવે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.ગર્ભાવસ્થા દરમિયાન કહેવાતા ‘Free Birth’માં ડૉક્ટરની સહાય વિના તેને બાળકને જન્મ આપ્યો.
સમુદ્રની લહેરોની વચ્ચે પ્રસવ પીડાથી કણસતી મહિલાને વીડિયોમાં જોઈ શકાય છે. સમુદ્રની લહેરો તેની પીઠ પર અથડાય છે.જોસીનું કહેવું છે કે, સમુદ્રની લહેરો તેની પીઠ પર ટકરાય રહી હતી, જેનાથી તે પ્રસવ દરમિયાન સારું ફીલ કરી રહી હતી.
તે એ જોવા માગતી હતી કે મેડિકલ સહાય વગર પણ મહિલાનું શરીર બાળકને જન્મ આપવા માટે કેટલું સક્ષમ છે. તે આ ડિલિવરીને સંપૂર્ણ રીતે નેચરલ અને ફ્રી બનાવવા માગતી હતી.
જોસીએ 17 ફેબ્રુઆરી 2022ના રોજ બાળકને જન્મ આપ્યો હતો.સમગ્ર દુનિયામાં ઘણા બધા ફ્રી બર્થ થાય છે, તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી. જોસી દ્વારા કરવામાં આવેલી ડિલિવરી વિવાદોથી ઘેરાયેલી છે. 2018માં જ્યારે કેલિફોર્નિયાની એક મહિલાએ આ ટેક્નિકથી બાળકને જન્મ આપવાનો પ્રયાસ કર્યો તો તે બાળક મૃત જન્મ્યું હતું.