કોંગ્રેસ ના દિગ્ગજ નેતા ભરત સિંહ સોલંકી યુવતી સાથે મજા કરતા હતા અને અચાનક તેની પત્ની આવી ગઇ પછી થઈ જોવા જેવી – જુઓ વિડિયો,કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ 69 વર્ષીય ભરતસિંહ સોલંકી ફરી એકવાર પત્ની સાથેના વિવાદમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે.
મંગળવારે રાત્રે ભરતસિંહ સોલંકીને તેમનાં પત્નીએ વિદ્યાનગર ખાતે રહેતી 24 વર્ષીય યુવતીના બંગલામાંથી પકડ્યા હતા. ભરતસિંહનો પીછો કરતી તેમની પત્ની રેશમા પટેલે યુવતીના ઘરે પહોંચી દરવાજો ખખડાવ્યો હતો ત્યારે ભરતસિંહે જાતે જ બરમૂડા અને જર્સીમાં દરવાજો ખોલ્યો હતો.
દરવાજો ખોલતાં જ પત્નીએ તેમની ફેંટ પકડી લીધી હતી અને ભારે હોબાળો થયો હતો.ભરતસિંહ દરવાજો ખોલવા આવ્યા ત્યારે તેમની પત્નીને ઊભેલી જોઈ તેઓ ચોંકી ગયા હતા. પત્નીને બંગલામાં અંદર પ્રવેશ ન આપવા પ્રયાસ કર્યો ત્યારે તેમણે તેમની ફેંટ પકડી લીધી હતી.
જેથી ભરતસિંહે પોલીસ બોલાવોની બૂમો પાડી હતી. જોકે આ સમયે રેશમાબહેન સાથે આવેલા લોકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. મામલો એટલે સુધી ગંભીર બની ગયો હતો કે ભરતસિંહ અને તેમનાં પત્ની વચ્ચે મારામારી અને ગાળાગાળી પણ થઈ હતી.સોશિયલ મીડિયામાં ચારેક વીડિયો વાઈરલ થયા છે, જે પૈકીના એકમાં રેશમા પટેલ આ યુવતીને એમ પણ કહે છે કે, ‘તું મારા ધણીને લઈને બેઠી છે… તને નહીં છોડું..’ આ ઉપરાંત તેના વાળ ખેંચીને ‘આનો વીડિયો ઉતારો..
તારું મોઢું બતાવ’ એમ કહેતાં રહે છે. જોકે યુવતી પોતાનો ચહેરો છુપાવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરે છે. એ વખતે રેશમા પટેલ સાથે રહેલી એક વ્યક્તિ યુવતીને એમ પણ કહે છે કે આ ધંધા સારા નથી. એક ક્લિપમાં રેશમા પટેલ યુવતીને એમ કહેતાં પણ સાંભળી શકાય છે કે ‘તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો..
જેવી દશા મારી થઈ એવી જ દશા તારી પણ થશે.’ યુવતી રેશમા પટેલને આન્ટી કહીને બોલાવતી હોવાનું વીડિયોમાં સાંભળવા મળે છે, જેના જવાબમાં રેશમા યુવતીને કહે છે, ‘તું મને આન્ટી કહે છે, તો પેલો (ભરતસિંહ) તારો દાદો ના થયો.’
આણંદ ખાતેના જ એક સામાન્ય પરિવારની આ યુવતી કોંગ્રેસના કાર્યકર તરીકે હતી. ત્યારે થોડા વર્ષો અગાઉ ભરતસિંહ સોલંકી સાથે પરિચયમાં આવી હતી અને પછી તેઓ એકબીજાને વધુ જાણતા થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.હું મારા પતિને શોધી રહી હતી. વિદ્યાનગર રોડ પર તેમણે તેમને યુવતી સાથે આઇસક્રીમ ખાતા જોયાં હતાં.
પછી તેમનો પીછો કરી સમજાવવા માટે ગઈ હતી. હવે વ્યભિચાર છોડો, આપણે બંને આગળનું ભૂલી જઈ સાથે જીવન વિતાવીએ, પરંતુ તેઓ માનતા નથી. કાયદેસરની પત્ની હોવા છતાં મને કંઇ આપતા નથી. આ યુવતીને બંગલો, કાર લઈ આપ્યા છે. કોંગ્રેસ ના દિગ્ગજ નેતા ભરત સિંહ સોલંકી યુવતી સાથે મજા કરતા હતા અને અચાનક તેની પત્ની આવી ગઇ પછી થઈ જોવા જેવી – જુઓ વિડિયો