વડોદરા માં થયો ભયજનક વિસ્ફોટ, 15-20 માળ સુધી નો તો ફક્ત ધડાકો થયો , આગ જોઈ ને તમે પણ ડરી જશો – જુઓ અહી

0

વડોદરા માં થયો ભયજનક વિસ્ફોટ, 15-20 માળ સુધી નો તો ફક્ત ધડાકો થયો , આગ જોઈ ને તમે પણ ડરી જશો – જુઓ અહી,વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે સાંજે લાગેલી આગ અંતે કાબૂમાં આવી ગઈ છે. હાલ પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી હાથ ધરાઈ છે.

ગુરુવારે સાંજે જોરદાર બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા. આગની ઘટનામાં 8 ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જે પૈકી 3ને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.દામાપુરા અને રઢીયાપુરા ગામના 700 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે. આગ એટલી ભયાનક હતી કે બચાવ માટે NDRFની ટીમની પણ મદદ લેવાઈ હતી.

વડોદરા ફાયર બ્રિગેડના સૈનિક દીપક પરમારને કેમિકલ બર્નથી 2 પગમાં ઇજા થઇ.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના પ્રાદેશિક અધિકારી આર.બી ત્રિવેદીએ દિપક નાઇટ્રેટ કંપનીમાં લાગેલી આગના સ્થળે મુલાકાત લઈને આગ લાગવાનું કારણ ચકાસ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, કેમિકલ ગોડાઉનમાં રીએક્શન ઇનકમ્ફર્ટિબિલિટીને કારણે આ આગ પકડાઈ હતી. પછીથી લેબોરેટરી અને બોઇલર સુધી આગ પહોંચી હતી.જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, કંપનીના આસપાસના ગામના 700 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું છે કંપનીના 5 વ્યક્તિઓને ગેસની અસર થઇ હતી તે સલામત છે તેવી પ્રાથમિક માહિતી છે અને આગના બનાવમાં જાનહાનિના કોઈ સમાચાર નથી.

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બનાવની તપાસ કરીને રિપોર્ટ આપશે. રાત્રે 12 વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી જશે.વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 90 ટકા જેટલી આગ કાબૂમાં આવી છે. વડોદરાના તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફને કામે લગાવવામાં આવ્યો છે.

તમામ ફાયર ઓફિસરો કામે લાગેલા છે. ફાયર બ્રિગેડની 8 ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગ દ્વારા 9 ફાયર એન્જીન, 1 સ્નોર અકેલ (બ્રન્ટો), 2 બૂમ વોટર બ્રાઉઝર, 1 સી.એફ.ઓ, 2 સ્ટેશન ઓફિસર, 45 ફાયર મેન અને સાથોસાથ સ્ટ્રીટ લાઈટ વિભાગના કર્મચારીઓઓ પણ કામગીરી જોડાયા હતા.દિપક નાઈટ્રેટ કંપની દ્વારા જાહેર કરાયેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

અમારા તમામ કર્મચારીઓની અને આસપાસના લોકોની સલામતી અને સુખાકારી અમારા માટે સૌથી અગ્રતા છે. અમારી તમામ ઉત્પાદન સુવિધાઓ શ્રેષ્ઠ-વર્ગની સિસ્ટમો અને સાધનોથી સજ્જ છે, જે પર્યાવરણને ટકાઉ ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. અમારી ટીમો પહેલેથી જ સ્થળ પર છે અને જરૂરી તમામ પ્રકારના સપોર્ટની સુવિધા આપી રહી છે.

અમારી કોમ્યુનિકેશન ચેનલો 24×7 ખુલ્લી છે અને અમે અપડેટ્સ આપવાનું ચાલુ રાખીશું અને તમામ સંબંધિત બાહ્ય હિસ્સેદારો સાથે નજીકથી ભાગીદારી કરીશું.ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આ બનાવની જાણ પ્રાથમિક રીતે ફ્રી ફાયર બ્રિગેડને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી,

પરંતુ, આ ભીષણ આગ એમ વધુ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ કાબુમાં આવે તેવી શક્યતા નહીં લાગતા વડોદરા ફાયરબ્રિગેડ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લીધી છે અને એક સાથે 15થી 20 જેટલા ફાયર ફાઈટરો આગ બુઝાવવાના કામે લગાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed