મુસેવાલા ની હત્યા બાદ સલમાન ખાન ને જીવ નું જોખમ , સલમાન ખાન ને મારી નાખવાની ધમકી મળતા કર્યું આવું કામ – જુઓ અહી,હાલમાં જ 28 વર્ષીય પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી.
મૂસેવાલાની હત્યા બાદ સિંગર મિકા સિંહની સિક્યોરિટી વધારવામાં આવી હતી. હવે મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે.મૂસેવાલાની હત્યા લોરેન્સ બિશ્નોઈની ગેંગના ગોલ્ડી બરારે કરી હોવાનું પોલીસ જણાવી રહી છે.
આ ગેંગે વર્ષો પહેલાં સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપી હતી. આ જ કારણે મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે.ઉલ્લેખનીય છે કે કાળિયાર કેસમાં નામ આવ્યા બાદ બિશ્નોઈએ સલમાન ખાનની મારવાનો પ્લાન બનાવ્યો હતો.
બિશ્નોઈ સમાજ કાળિયારને પવિત્ર માને છે. કાળિયારના શિકાર બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.2008માં લોરેન્સે કહ્યું હતું કે તે જોધપુરમાં સલમાન ખાનને મારી નાખશે.
બિશ્નોઈએ એમ પણ કહ્યું હતું કે અત્યારે તેણે કંઈ જ કર્યું નથી, પરંતુ જ્યારે સલમાન ખાનને મારશે ત્યારે બધાને ખબર પડશે. મુસેવાલા ની હત્યા બાદ સલમાન ખાન ને જીવ નું જોખમ , સલમાન ખાન ને મારી નાખવાની ધમકી મળતા કર્યું આવું કામ – જુઓ અહી