ગુજરાત

હાર્દિક પટેલ ની સાથે વધુ એક દિગ્ગજ કોંગ્રેસ નેતા ભાજપ માં જોડાશે – જાણી ને હોશ ઉડી જશે

હાર્દિક પટેલ ની સાથે વધુ એક દિગ્ગજ કોંગ્રેસ નેતા ભાજપ માં જોડાશે – જાણી ને હોશ ઉડી જશે,ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે.

રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે તો કેટલાક પક્ષ સાથે છેડો ફાડી ચૂક્યા છે.ત્યારે હવે કોંગ્રેસ પક્ષ છોડી ચૂકેલા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે.

તેઓ 2જી જૂને હાર્દિક પટેલની સાથે ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડોફાડીને ભાજપમાં જોડાવાનું નક્કી કરી લીધુ છે. તારીખો પણ સામે આવી ગઇ છે.

ત્યારે 2જી જૂને હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ધારણ કરશે. મહત્વનું છે કે શ્વેતાએ પણ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે હવે તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે જો મારો રાજીનામાં આપવાનો નિર્ણય સાચો છે કે કેમ તેની મને થોડીક પણ શંકા બાકી હતી, તો તે વડા પ્રધાન શ્રી મોદીજી સાથેની મારી મુલાકાત પછી પક્ષના કેટલાક વરિષ્ઠ આગેવાનો (વરિષ્ઠ મહિલા આગેવાન સહિત)ની ટિપ્પણીઓ દ્વારા તે સ્પષ્ટ થઈ ગયું હતું કે હું યોગ્ય નિર્ણય લઈ રહી છું.

અસંતોષ વ્યક્ત કરવો એ એક બાબત છે પરંતુ તેને વ્યક્ત કરવા માટે તમે જે ભાષાની પસંદગી કરો છો, તે સામેવાળા કરતા એક વ્યક્તિ તરીકે તમારા વિશે ઘણુંબધું કહી જાય છે.

આ એ જ લોકો છે જેમને જ્યારે હું પાર્ટીમાં જોડાઈ ત્યારે મારાથી સમસ્યાઓ હતી, આ એ જ લોકો છે જેઓ જ્યારે પણ મને પાર્ટીમાં કોઈ કામ સોંપવામાં આવે ત્યારે સતત તેમનું નાનું રાજકારણ રમતા હતા, અને હવે એ જ લોકો જે ખરેખર ખૂબ ખુશ છે કે હું છોડી રહી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *