અક્ષય કુમાર એ ઇતિહાસ પર સવાલ ઉઠાવ્યો અને કહી દીધું એવું કે જાણી બધા ચોંકી ગયા – જાણો અહી

0

અક્ષય કુમાર એ ઇતિહાસ પર સવાલ ઉઠાવ્યો અને કહી દીધું એવું કે જાણી બધા ચોંકી ગયા – જાણો અહી,બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. અક્ષય કુમાર જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે.

હાલમાં જ અક્ષય કુમારે ન્યૂઝ એજન્સી ANIને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂથી લઈને મુઘલોની ક્રૂરતા અંગે વાત કરી હતી.અક્ષય કુમારે કહ્યું હતું, ‘આપણને જે ઈતિહાસ ભણાવવામાં આવ્યો છે, તેમાં આપણા રાજાઓ જેવા કે મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ અંગે બહુ ઓછી વાત કરવામાં આવી છે.

હું એજ્યુકેશન મિનિસ્ટરને અપીલ કરવા માગીશ કે તે આ બાબત જુએ. આપણે બેલેન્સ કરવું જોઈએ. હું એમ નથી કહેતો કે મુઘલો અંગે ના ભણાવવામાં આવે, પરંતુ આપણા રાજાઓ અંગે પણ ભણાવવામાં આવે. તે પણ મહાન હતાં અને આ માહિતી દરેકને કહેવી જોઈએ.

બાળકોને મહારાણા પ્રતાપ અંગે જણાવવું જોઈએ.’વધુમાં અક્ષય કુમારે કહ્યું હતું કે ઈતિહાસના પુસ્તકોમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે તો બે-ત્રણ લાઇન જ છે. આક્રમણકારીઓ અંગે પુસ્તકો લખવામાં આવ્યા છે. એક્ટરને કાશી તથા સોમનાથ જવા અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો.

જવાબમાં અક્કીએ કહ્યું હતું કે તે અહીંયા હિંદુત્વ માટે નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાને કારણે ગયો હતો. આ ઉપરાંત પૃથ્વીરાજનો આ જગ્યાઓ સાથે સંબંધ છે. તે ધાર્મિક આસ્થાને કારણે નહીં, પરંતુ સંસ્કૃતિને કારણે ગયો હતો.

તે એટલે ગયો હતો, કે તે લોકોને કહી શકે કે આ આપણી સંસ્કૃતિ છે. ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ તેને કહ્યું હતું કે પૃથ્વીરાજ ચૌહાણ તથા સોમનાથ-કાશી વચ્ચે શું સંબંધો છે.વધુમાં ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે ઈતિહાસમાં અલગ અલગ દૃષ્ટિકોણ છે અને તેને વધુ રસપ્રદ બનાવે છે.

તેમને જે ફિલ્મ બનાવી છે, તેમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકપ્રિય વિચાર કયો છે. તેમને એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે ઈતિહાસના વિરોધમાં કંઈ ના હોય. તમામ વિચારોનું ધ્યાન રાખ્યું છે. તેમને આજ સુધી ઈતિહાસ વિરુદ્ધનું કંઈ જ બનાવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed