વિરાટ નો ફેન પાગલ થઈ ને મળવા ગ્રાઉન્ડ માં આવ્યો તો ફિલ્મી સ્ટાઇલ માં ઊંચકી ને લઈ ગઈ પોલીસ – જુઓ અહી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમવામાં આવેલ IPL 2022નાં એલિમીનેટર મુકાબલામાં એક જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. આ મેચમાં એક શખ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં કૂદી પડ્યો.
મેદાનમાં આવ્યા બાદ આ પાગલ ફેનને પોલીસ ખભ્ભા પર ટાંગીને લઇ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બન્યું એમ કે લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ દરમિયાન વિરાટ કોહલી બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડીંગ કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો.
વિરાટ કોહલીને મળવા આવેલ આ ફેન મેદાનમાં ઘુસી ચઢ્યો હતો. ફેન વિરાટ કોહલી તરફ દોડીને આવી રહ્યો હતો ત્યારે જ પોલીસે તે શખ્સને પકડી લીધો. આ પ્રકારે મેદાનમાં ઘૂસવાને કારણે પોલીસ તેને ખભ્ભા પર ટાંગીને બહાર લઇ ગઈ.