ગુજરાત ના પટેલ ખેલાડી નું છલકાયું દર્દ , IPL ની ટીમો ની પોલ ખોલતા કર્યો મોટો ખુલાસો

0

ગુજરાત ના પટેલ ખેલાડી નું છલકાયું દર્દ , IPL ની ટીમો ની પોલ ખોલતા કર્યો મોટો ખુલાસો,આઇપીએલની ટીમમાં સમાવેશ થવા બાબતે RCBના સ્ટાર બોલરે તેના શરુઆતના સંઘર્ષ વિશે જણાવ્યું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બોલર હર્ષલ પટેલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. પરંતુ હર્ષલ પટેલે હવે પ્રારંભિક IPL કારકિર્દી વિશે વાત કરી છે,

જેમાં તેણે કહ્યું છે કે ઘણી ફ્રેન્ચાઇઝીએ તેની સાથે છેતરપિંડી કરી છે.એક ઈન્ટરવ્યુમાં હર્ષલ પટેલે જણાવ્યું કે ત્રણ-ચાર ટીમોએ તેની સાથે વાત કરી અને કહ્યું કે તે હરાજીમાં તેમના માટે બોલી લગાવશે.

પરંતુ જ્યારે બોલી લગાવવાનો સમય આવ્યો ત્યારે કોઈએ કંઇ કર્યું નહીં.હર્ષલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અલગ-અલગ ફ્રેન્ચાઈઝીના ત્રણ-ચાર લોકો હતા, જેમણે કહ્યું હતું કે તેઓ મારા માટે બોલી લગાવશે.

પરંતુ એવું ન થયું. મે પોતાની જાતને છેતરી હોવાનો અહેસાસ થયો. આરસીબીના સ્ટાર ખેલાડીએ કહ્યું કે હું ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયો હતો કે આ શું થઈ રહ્યું છે. તેણે કહ્યું કે હું મારી જાતને પૂછતો હતો કે હું કોણ છું, મે રમત માટે આટલું કર્યું પરંતુ મારી જ સાથે આવું થઈ રહ્યું છે.

IPL 2022ની મેગા ઓક્શનમાં હર્ષલ પટેલને RCBએ 10.75 કરોડ રૂપિયામાં ફરીથી ખરીદ્યો હતો.હર્ષલ પટેલે IPLમાં પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી લીધી હતી. વર્ષ 2021માં તેણે ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed