ગુજરાત

પીએમ મોદીએ કર્યું લોકાર્પણ: માત્ર 150 રૂપિયામાં સારવાર, આટકોટ ની આ હોસ્પિટલની વિશેષતા જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે પીએમ મોદી રાજકોટમાં છે. PM મોદીએ રાજકોટના આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ.

રાજકોટમાં એઇમ્સની સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ બાદ આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. . 200 બેડની આધુનિક હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે.

રાજકોટના પછાત અંતરિયાળ વિસ્તાર જસદણ, વીંછિયા ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી આ ત્રણ જિલ્લાને આ હોસ્પિટલને લીધે આરોગ્યની સેવાઓનો લાભ મળશે.

આપને જણાવી દઈએ કે, રૂપિયા 40 કરોડનાં ખર્ચે કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે…200 બેડની આ હોસ્પિટલમાં રૂપિયા 14 કરોડથી વધુના આધુનિક મશીનો સહિતની એઇમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

અહીં સારવાર માટેનો ખર્ચ ખૂબ નજીવો રખાયો છે. જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250 અને જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.આ ઉપરાંત આ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે.

600 ફૂટ બાય 1200 ફૂટનો સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જમણવાર માટે 4 લાખ ફૂટનો ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. 300થી વધારે કાઉન્ટ ભોજન માટે રાખવામાં આવ્યા છે.

500થી વધુ વીઘા જગ્યામાં પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. પાર્કિંગમાં 1200થી વધારે સ્વયંસેવકોની ટીમ ખડેપગે છે. 3000 જેટલા સ્વયંસેવકો ભોજન વ્યવસ્થામાં જ્યારે 2000 જેટલા સ્વયંસેવકો સભા મંડપમાં ફરજ બજાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *