દયાનો સાગર. દુ:ખી જનનો આધાર. કોઈ સાદ પાડે અને દોડી આવી. એવો માણસ એટલે કે, ખજુભાઈ. જેને આપણે જીગલી-ખજૂર તરીકે અને નીતિન જાની તરીકે પણ ઓળખિયે છીએ. ખજુરભાઈ એટલા માટે ચર્ચામાં આવ્યા છે.
કારણ કે, એક 22 વર્ષના યુવાનની તેમણે મદદ કરી. આ કોઈ સ્ટંટ નથી. ન તો કોઈ સુટિંગ ચાલી રહ્યું છે. પરંતુ જે યુવાન નગ્ન અવસ્થામાં હુમલો કરી રહ્યો છે. તેનું નામ મહેશ અણીયારીયા છે.
છેલ્લા 6 વર્ષથી બાવળના ઝાડની નીચે કપડા વગર જીવી રહ્યો છે. અને ત્યાંથી ક્યાંઈ જઈ પણ નથી શક્તો. કારણ કે, તેને બાંધીને રાખવામાં આવ્યો છે. પરંતુ જ્યારે આ વાતની જાણ થઈ તો. કોમેડી સ્ટાર અને ગરીબોના આધાર એવા ખજૂરભાઈ આ યુવાનની મદદ દોડી ગયા.
ખજૂરભાઈ આ ગામમાં પહોંચ્યા એટલે તેમણે પરિવારની સ્થિતિ અને સમસ્યા જાણી. આજદીન સુધી આ પરિવારની કોઈ મદદે નથી આવ્યું. પરંતુ ખજૂરભાઈએ આ પરિવારની જરૂરીયાત એટલે કે, ઘર, પાણી અને વીજળીની સુવિધા 2 જ દિવસમાં ઊભી કરી આપવાનું વચન આપ્યું.
હાલમાં તેની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આપેલા વચન મુજબ પરિવારની પાણીની જરૂરિયાતને જોતા નીતિન જાનીએ વાડીમાં બોર પણ કરાવી આપ્યો. બોરમાં 90 ફૂટે પાણી આવી જતા પ્રાગજીભાઇના પરિવારમાં ખુશીનો માહોલ છે.
પ્રાગજીભાઈનો 22 વર્ષનો પુત્ર મહેશ માનસિક રીતે અસ્વસ્થ છે તેમની મદદ ખજૂરભાઈએ હમેંશાની જેમ દિલ ખોલીને કરી છે. ઘરની વ્યવસ્થા કર્યા બાદ પાણીની મુશ્કેલીનું પણ નિવારણ લાવી દીધું છે.
આ દુખી પરિવારની કહાની બોટાદ જિલ્લાના સરવા ગામની છે. જ્યાં પ્રાગજીભાઈ અણીયારનો પરિવાર મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.પ્રાગજીભાઈનો પુત્ર મહેશ પહેલા હોટેલમાં કામ કરતો હતો.
સાજો-સરખો હતો. પરંતુ હોટેલમાં કોઈ ઝઘડાના કારણે તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. આ પરિવારની એટલી ત્રેવડ નથી કે, તેઓ તેની સારવાર કરાવી શકે.અને છેલ્લા 6 વર્ષથી મહેશને બાવળના સુકાયેલા ઝાળ સાથે લોખંડની સાંકળથી બાંધીને રાખ્યો છે.
કારણ કે, તેને ખુલ્લો મુકવા પર તે લોકો પર હુમલો કરે છે. અને નગ્ન થઈને ફરે છે. તેવામાં તેમનો પરિવાર તેને બાંધીને રાખવા મજબૂર બન્યો છે.
ખજુરભાઈ એટલે કે, નીતિન જાતિ 2021માં આવેલા તૌકતે વાવાઝોડાથી ખુબ ચર્ચામાં છે. કારણ કે, તેમણે તૌકતે વાવાઝોડાથી જ મદદની ઝૂબેશ શરૂ કરી છે. તૌકતે વાવાઝોડામાં પણ તેમણે બેસહારા લોકોના ઘર બાંધ્યા.
જરૂરિયાતમંદ લોકો સુધી ખાવાથી માંડીને જરૂરી વસ્તુઓ પહોંચાડી. હાલતમાં પણ તેઓ સતત લોકોની મદદ કરતા રહે છે. આજના આ કળિયુગમાં કોઈપણ વ્યક્તિ પોતાના સ્વાર્થ સિવાય કોઈની મદદ નથી કરતો. પરંતુ આપણા ખજુરભાઈ નિશ્વાર્થ ભાવે લોકોની મદદ કરી રહ્યા છે. જે માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. ત્યારે વીટીવી ન્યૂઝ આ તેમના આ કાર્યને સલામ કરે છે.