રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઇ શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન સાનુકુળ ન હોવાથી કેરળમાં ચોમાસુ 2 દિવસમાં સત્તાવાર બેસી જશે.
તો ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસુ બેસવાની કોઈ શક્યતા નથી. કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ પશ્ચિમ કાંઠા તરફ ખુબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની ગતિ ધીમી રહેશે.
એટલુ જ નહીં રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકુળ પેટર્ન ન રચાતા વહેલુ ચોમાસું બેસે તેવા હાલમાં કોઈ સંજોગો નથી. તો આ તરફ ગરમીનો પારો ફરી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમ પવન વચ્ચે રાજ્યમાં 3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આમ લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી શકે છે
બીજી તરફ આગામી બે દિવસમાં કેરળમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા છે. પવનની પેટર્ન બદલાતા ગુજરાતમાં 20-21 જૂન વચ્ચે ચોમાસુ બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તે સિવાય બે દિવસ બાદ ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી પહોંચે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા વધુ એક પહેલરૂપ નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે.
‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨” જાહેર કરવામાં આવી છે.
જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઇને આ નવી ROW (રો) પોલીસી તૈયાર કરવામાં આવી છે.ગુજરાતમાં અલગ અલગ વહીવટી વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા અલગ-અલગ નીતિઓ અમલી હતી.
પરંતુ સમગ્ર રાજયમાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા કોઇ સંકલિત- સમાન નીતિ ન હતી.