ગુજરાત ટાઇટન્સના સમર્થનમાં ગિરનાર રોપ વે મેદાનમાં, કરી દીધી આ મોટી જાહેરાત… જાણીને આંખો ફાટી જશે

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ જામશે. ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે આઠ વાગ્યે શરૂ થશે.
પોતાની પ્રથમ સીઝન રમી રહેલી ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચતા ગુજરાતના ક્રિકેટ ચાહકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ગિરનાર રોપ વેએ ગુજરાત ટાઇટન્સના સમર્થનમાં અનોખી જાહેરાત કરી છે.
ગિરનાર રોપ વેએ જાહેરાત કરી છે કે IPLની ફાઈનલ ટીકીટ બતાવનારને ગિરનાર રોપ વેમાં વિના મૂલ્યે સવારી કરાવવામાં આવશે. આ યોજના 30 મેથી એક મહિના સુધી યથાવત રહેશે.
રાજસ્થાન રોયલ્સ એ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 29 મેના રોજ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટાઇટલ માટે જંગ જામશે.
રાજસ્થાન રોયલ્સની ટીમ 14 વર્ષ બાદ IPLની ફાઇનલમાં પહોંચી છે. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. ક્વોલિફાયર-2માં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 157 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાને 19મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો.