ભારત

ભયાનક દુર્ઘટના: ગેસ સિલિન્ડર ફાટતા એક જ પરિવારના 4 સભ્યો આગમાં સળગી ગયા- ઓમ શાંતિ

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ગેસ સિલેન્ડ ફાટવાના કારણે એક ઘરની દિવાલ પડી ગઈ હતી. જેની ચપેટમાં આવતા ચાર લોકોના મોત થઈ ગયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા.

સિલેન્ડર મુલકાલેદુ ગામમાં એક પાડોશીના ઘરમાં ફાટ્યો હતો. પોલીસે અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. આ મામલે ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

થોડા દિવસ પહેલા આગરાના ઈરાદતનગર વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીમાં પણ સિલેન્ડર ફાટવાથી એકનું મોત થઈ ગયું હતું. ઈરાદતનગર પોલીસ સ્ટેશનના અવધેશ ગૌતમે જણાવ્યું હતું કે, મૃતકના શબનું પંચનામુ કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામા આવ્યું છે.

આ ઘટના ઈરાદતનગરના રહલઈ ગામમાં આવેલા મિથલેશ ઈંડેન ગેસ એજન્સીની ગોદામમાં બપોરે એક વાગ્યે થઈ હતી. આ દુર્ઘટના ગેસ એજન્સીમાં રહેલા રસોઈમાં ચા બનાવતી વખતે થયો હતો.આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે, શરીરના ચીથરા ઉડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *