ટ્રેન 20 મિનિટ વહેલી શું પહોંચી, ત્યાં તો ગુજરાતીઓ એ પ્લેટફોર્મ ને જ બનાવી દીધું ગરબા નું મેદાન… જુઓ વિડીયો

મધ્યપ્રદેશના રતલામથી મુસાફરોના ડાન્સનો દિલ ખુશ કરી દે એતેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પેસેન્જર્સે ગરબા કરીને તેમનો કંટાળો દૂર કર્યો હતો.
ઓઢણી ઊડી-ઊડી જાય અને બીજા બોલિવૂડ હિટ્સ પર ટ્રેનમાં ટ્રાવેલ કરતા ગ્રુપે ગરબા શરૂ કરતાં તેમની સાથે અન્ય પેસેન્જર્સ પણ જોડાઈ ગયા હતા.
https://divya-b.in/Z0zC9sPclqb
VIDEO રતલામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4નો છે. બુધવારે રાતે 10.15 વાગે બાંદ્રા-હરિદ્વાર ટ્રેન અહીં 20 મિનિટ પહેલાં આવી ગઈ હતી. અહીં ટ્રેન 10 મિનિટ રોકાવાની હતી, પરંતુ હવે ટ્રેન અહીં 30 મિનિટ રોકાવાની હતી.
આમ, અહીં ટ્રેનમાં ટ્રાવેલ કરી રહેલું એક ગ્રુપ પ્લેટફોર્મ પર આવ્યું અને તેમણે ડાન્સ શરૂ કરી દીધો હતો. રાતે 10.45 વાગે ટ્રેન આગળ રવાના થઈ હતી.રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે