ભાજપ નાં મુખ્ય નેતા એ બાઈક-કાર ચાલકો માટે કર્યું મોટું એલાન – જાણી ને દિલ ખુશ થઈ જશે

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર થઈ જશે. આ સમાચાર કાર અને બાઈક ચલાવનારા લોકો માટે અત્યંત રાહતભર્યા છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ટેકનોલોજી અને હરિત ઈંધણમાં ઝડપી પ્રગતિથી ઈલેક્ટ્રોનિક ઓટોમોબાઈલના ખર્ચો ઓછો થઈ જશે. એટલે કે, તેનાથી સરેરાશ સામાન્ય લોકોને ફાયદો થશે. આગામી બે વર્ષમાં પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર ઈલેક્ટ્રિક વ્હીકલની કિ્મત થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ એક ક્રાંતિ લાવી શકે છે.
નીતિન ગડકરીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય, 2022-23 માટે અનુદાનની માંગણીઓ પર લોકસભામાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, અસરકારક સ્વદેશી ઇંધણ તરફ આગળ વધવાની જરૂર છે, ઇલેક્ટ્રિક ઇંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે. આનાથી પ્રદૂષણનું સ્તર ઘટશે. પ્રદૂષણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટા પડકાર તરીકે સામનો કરી રહ્યું છે.
આ સાથે કેન્દ્રીય મંત્રી ગડકરીએ પણ સાંસદોને હાઇડ્રોજન ટેક્નોલોજી અપનાવવા વિનંતી કરી હતી. તેમણે સાંસદોને વિનંતી કરી કે તેઓ પોતપોતાના વિસ્તારોમાં ગટરના પાણીને ગ્રીન હાઈડ્રોજનમાં રૂપાંતરિત કરવા પહેલ કરે. તેમણે એમ પણ કહ્યું કે, હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બનશે.
નીતિન ગડકરીએ કહ્યું, ‘લિથિયમ-આયન બેટરીની કિંમત ઝડપથી નીચે આવી રહી છે. અમે ઝિંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરી વિકસાવી રહ્યા છીએ. વધુમાં વધુ બે વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર, ઓટો રિક્ષા જેટલી થશે.
કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે, ‘આનો ફાયદો એ થશે કે જો તમે આજે પેટ્રોલ પર 100 રૂપિયા ખર્ચી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં આ ખર્ચ ઘટીને 10 રૂપિયા થઈ જશે.’
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ કાર લોન્ચ કરી હતી. વાસ્તવમાં, નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારની કિંમત પ્રતિ કિમી રૂ. 1 કરતા ઓછી હશે, જ્યારે પેટ્રોલ કારની કિંમત પ્રતિ કિમી રૂ. 5-7 હશે. હવે ત્યાં કંપની નિર્માતા ઇલેક્ટ્રિક વાહનો પર પણ કામ કરી રહી છે. ટોયોટા કિર્લોસ્કર મોટરની FCEV ટોયોટા મિરાઈ કાર આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ છે.