ભારત સ્પોર્ટ્સ

બેંગ્લોર સામેની હાર બાદ કેપટન કેએલ રાહુલ પર ભડક્યો ગૌતમ ગંભીર? ચાહકો એ કર્યો ઉગ્ર વિરોધ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બેંગલોર સામેની મેચમાં લખનઉનો 14 રને પરાજય થયો હતો. લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટોર ગૌતમ ગંભીર એલિમિનેટર મેચ બાદ કેપ્ટન કેએલ રાહુલની તસવીર જોઈને લાગે છે.

મેન્ટોર અને કેપ્ટન વચ્ચે કેટલીક ઉગ્ર વાતચીત થઈ છે. IPL 2022 ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 14 રને હારનો સામનો કરવો પડ્યો હતો અને આ હારથી મેન્ટર ગંભીર ઘણો નિરાશ જોવા મળ્યો હતો.

સમગ્ર ટૂર્નામેન્ટમાં ગંભીરની જીતની પ્રતિક્રિયા અને હાર પર તેનો ઠપકો ઘણો ચર્ચામાં રહ્યો છે. જો કે, ચાહકોને ગંભીરની પ્રતિક્રિયા બિલકુલ પસંદ પડી નથી.

કેટલાક ચાહકોએ લખ્યું કે ગંભીરને રાહુલ પર ગુસ્સો કાઢવાનો કોઈ અધિકાર નથી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ હતી, જ્યાં પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં ચાર વિકેટે 207 રન બનાવ્યા હતા.

રજત પાટીદારે અણનમ 112 રનની ઇનિંગ્સ રમી હતી અને મેન ઓફ ધ મેચ પણ જાહેર થયો હતો. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 193 રન બનાવી શકી હતી.

કેએલ રાહુલે મેચમાં 58 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. રાહુલ જ્યાં સુધી ક્રીઝ પર હતો, એવું લાગી રહ્યું હતું કે લખનઉ સુપર જાયન્ટ્સ આ મેચ જીતી જશે.

19મી ઓવરના પાંચમા બોલ પર રાહુલે જોશ હેઝલવુડના બોલ પર શાહબાઝ અહેમદને કેચ આપ્યો અને આ સાથે જ આરસીબીની જીત નિશ્ચિત લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *