ભારત સ્પોર્ટ્સ

મિશન પ્લેઓફ માટે વિરાટ કોહલી તૈયાર, કોલકાતા પહોંચતા જ પહેલા કર્યું આ કામ …જાણો અહીં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. જો કે, ટીમ માટે ફાઇનલમાં પહોંચવાનો માર્ગ થોડો મુશ્કેલ છે. ફાફ ડુ પ્લેસિસની ટીમ 25 મેના રોજ એલિમિનેટર મેચમાં લખનૌ સામે ટકરાશે.

આ મેચ જીત્યા બાદ જ RCBને બીજા ક્વોલિફાયરમાં ભાગ લેવાની તક મળશે.એલિમિનેટર મેચ ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે, જેના માટે RCBની ટીમ કોલકાતા પહોંચી ગઈ છે.

ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખાસ ફોટો શેર કર્યો છે. કોહલીએ આ ફોટોને કેપ્શન આપ્યું, ‘ટચ ડાઉન કોલકાતા.’ કોહલી

RCB સતત ત્રીજી સિઝનમાં પ્લેઓફમાં પહોંચી ગયું છે, પરંતુ તેઓ હજુ પણ IPLમાં પોતાના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહ્યા છે. જોકે RCB આઈપીએલમાં 3 ફાઈનલ રમી ચૂક્યું છે, પરંતુ તેઓ એક પણ વખત જીતી શક્યા નથી.

RCBને 2009, 2011 અને 2016ની IPL ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમમાં મોટા નામો હોવા છતાં, RCB 2017 અને 2019 સીઝનમાં તળિયે રહી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝન વિરાટ કોહલી માટે કંઈ ખાસ રહી નથી. પરંતુ ગુજરાત ટાઇટન્સ સામેની ટીમની છેલ્લી લીગ મેચમાં કોહલી 73 રન બનાવીને ફોર્મમાં પરત ફર્યો હતો.

વિરાટ IPL 2022માં 14 મેચમાં બે અડધી સદીની મદદથી 309 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન, ત્રણ પ્રસંગોએ, તે ગોલ્ડન ડક (પહેલા બોલ પર આઉટ) નો શિકાર બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *