અંતે ગુજરાતનો ડંકો વાગ્યો, RR ને 7 વિકેટથી હરાવ્યું, આ બે ખેલાડીઓએ તો ગુજરાતીઓનું દિલ જીતી લીધું

0

IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. GTને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ હતો જેને ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં છગ્ગાની હેટ્રિક મારી ચેઝ કરી લીધો હતો.

આ દરમિયાન હાર્દિક અને મિલર વચ્ચે 61 બોલમાં 106* રનની પાર્ટનરશિપ થઈ હતી. જ્યારે રાજસ્થાનના બોલ્ટ તથા મેક્કોયે 1-1 વિકેટ લીધી હતી.

ક્વોલિફાયર-1માં ગુજરાતની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ અને પાર્ટનરશિપનું રહ્યું છે.
ડેવિડ મિલરે 38 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 68* રનની ઈનિંગ રમી હતી.

હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 5 ચોગ્ગા ફટકારી 40* રનની ઈનિંગ રમી હતી.પહેલી ઓવરમાં સાહા પેવેલિયન ભેગો થઈ જતા શુભમન ગિલ અને મેથ્યુ વેડે ગુજરાતની ઈનિંગ સંભાળી હતી. બંનેએ 43 બોલમાં 71 રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાવી ગેમમાં પકડ બનાવી રાખી હતી.

જોકે ત્યારપછી શુભમન ગિલ 21 બોલમાં 35 રન કરી રનઆઉટ થઈ ગયો હતો. મેથ્યુ વેડે શુભમનને બીજો રન લેવાની ના પાડી તેવામાં ગિલ અડધી પિચે આવી જતા રનઆઉટ થઈ ગયો હતો.

પહેલા બેટિંગ કરતા રાજસ્થાનના જોસ બટલરે 56 બોલમાં 89 રન કર્યા હતા.ગુજરાતના મોહમ્મદ શમી, યશ દયાળ અને સાઈ કિશોરે 4 ઓવરના સ્પેલમાં 40+ રન આપી 1-1 વિકેટ લીધી હતી.

ઈનિંગની 17મી ઓવરમાં રાજસ્થાનના બેટર જોસ બટલરને જીવનદાન મળ્યું હતું. આ દરમિયાન યશ દયાળ બોલિંગ કરી રહ્યો હતો. જેના બીજા બોલર પર બટલરે લોન્ગ ઓન પર લોફ્ટેડ શોટ માર્યો હતો.

જેને પકડવા માટે હાર્દિક લગભગ તૈયાર હતો પરંતુ તે લપસી જતા તે કેચ પકડી શક્યો નહોતો. ઉલ્લેખનીય છે કે કોલકાતામાં વરસાદ પડ્યો હોવાની સીધી અસર ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે. આના કારણે હાર્દિક લપસી ગયો હતો. જોકે ત્યારપછી 56 બોલમાં 89 રન કરી બટલર પેવેલિયન ભેગો થયો હતો.

RRના કેપ્ટન સંજુ સેમસન અને જોસ બટલર વચ્ચે બીજી વિકેટ માટે 47 બોલમાં 68 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ત્યારપછી ગુજરાત ટાઈટનના બોલર સાઈ કિશોરે RRના કેપ્ટન સંજુ સેમસનને પેવેલિયન ભેગો કર્યો હતો. સાઈ કિશોરના મિડલ સ્ટમ્પ ફુલર બોલ પર સેમસન સિક્સ મારવા જતા લોન્ગ ઓન પર કેચ આઉટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed