તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. દર્શકોને શોના પાત્રો પ્રત્યે ખાસ લગાવ છે. અહેવાલો અનુસાર, બબીતાજીનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તાએ શો છોડવાનું મન બનાવી લીધું છે.
મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીનો રોલ કરી રહી છે. જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. બબીતાજી લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા છે.
મુનમુન દત્તાની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સની યાદી પણ ઘણી લાંબી છે. મુનમુન દત્તાની આ લોકપ્રિયતા જોઈને તેને ‘બિગ બોસ’ OTT સીઝન 2 ની ઓફર મળી છે અને અહેવાલ છે કે તેણે આ રિયાલિટી શો માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.