સોશિયલ મીડિયા પર ક્યારે શું વાઈરલ થઈ જશે તેનો કોઈને અંદાજ નથી. કેટલીકવાર કેટલાક લોકો ઈરાદાપૂર્વક આવા વિચિત્ર કૃત્યો કરે છે, જેથી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ શકે.
આ ઉપરાંત આજકાલ લોકોને પોપ્યુલર થવાનો એટલો શોખ છે કે લોકો વાઈરલ થવા માટે પોતાનો જીવ પણ લગાવી દે છે અને પોતાના જીવની પણ પરવા કરતા નથી. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક છોકરાઓએ એવું કામ કર્યું છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક જ સ્કૂટી પર બેઠેલા 6 છોકરાઓ રસ્તાની વચ્ચે જઈ રહ્યા છે. તમે પહેલા સ્કૂટી પર 3-4 ચાર છોકરાઓને એકસાથે બેઠેલા જોયા હશે, પરંતુ ભાગ્યે જ કોઈએ સ્કૂટી પર 6 લોકોને બેઠેલા જોયા હશે.
Heights of Fukra Panti 6 people on one scooter @CPMumbaiPolice @MTPHereToHelp pic.twitter.com/ovy6NlXw7l
— Ramandeep Singh Hora (@HoraRamandeep) May 22, 2022
આ વીડિયોને @HoraRamandeep નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ફુકરાપંતિની લિમિટ 6 લોકો એક સ્કૂટી પર. આ વીડિયોને અત્યાર સુધીમાં 57 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ રોહિત શેટ્ટીના સિંઘમ 5નો સીન લાગે છે. બીજાએ લખ્યું- પેટ્રોલના ભાવ વધવાની અસર.