પાટીદાર ના અગ્રણી રહી ચૂકેલા હાર્દિક પટેલ એ કરી દીધી મોટી જાહેરાત, ભાજપમાં….

ગુજરાતનો પાટીદાર ચહેરો અને દિગ્ગજ યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે જનતાની અંદર ઘણા બધા સવાલ હાર્દિક પટેલને લઈને ઊભા થઈ રહ્યા છે ત્યારે આજે તેમણે તમામ સવાલો પર જવાબ આપ્યો છે.
VTVGujarati.com સાથે ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે વારંવાર કહ્યું કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે.
બસ યોગ્ય સમય આવે એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ.
હાર્દિક પટેલે ઈન્ટરવ્યૂમાં જેટલી પણ વાતો કરી તેમાં ખાસ કરીને ભાજપના મુદ્દાઓ પર નરમ વલણ દર્શાવ્યું હતું. રામ મંદિર અને કલમ 370નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જનતા આ મુદ્દાઓને પસંદ કરે છે અને ભાજપને જીતાડે છે એમાં સ્વીકાર કરવો રહ્યો.
જનતાનો મૂડ આ જ છે અને જનતાનો મૂડ જે હશે તે તરફ જ હું નક્કી કરવાનો છું. હાર્દિકના આ નિવેદનથી સંકેત એ જ દેખાઈ રહ્યો છે કે આગામી સપ્તાહ સુધીમાં પાટીદાર નેતા કેસરિયો ધારણ કરી શકે છે.
નોંધનીય છે કે આજે હાર્દિક પટેલે ચૂંટણી લડવા મુદ્દે પણ ખુલાસો કર્યો છે કે હું એકમાત્ર એવો આંદોલનકારી છું કે જે ચૂંટણી લડી શક્યો નથી, પહેલા મારી ઉંમર નાની હતી અને તે બાદ મારા પર કેસ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે મોકો મળી રહ્યો છે ત્યારે હવે ચૂંટણી લડીશ અને જીતીશ. જોકે કઈ બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી.
હાર્દિક પટેલે કહ્યું કે મારે રાજકારણમાં બે મોટા પ્લાન છે, એક તો સરકારી નોકરી માટે જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં પેપર ફૂટી જાય છે ત્યારે આ મુદ્દે કડક કાયદા બનાવવાની જરૂર છે અને આ સાથે ગુજરાતમાં કામ કરતી કંપનીઓને કડક આદેશ આપવામાં આવે કે ગુજરાતીઓને રોજગારમાં પ્રાથમિકતા આપવામાં આવે, કોલેજની અંદર પણ વિદ્યાર્થીઓને નોકરી આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
VTV ગુજરાત સાથે એકસલુઝિવ વાતચિતમાં હાર્દિક પટેલે રાહુલ ગાંધી પર ફરીથી ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધીએ માત્ર પાંચ મિનિટ પણ આપી દીધી હોત તો હું રાજીનામું ના આપેત.
તેમણે કહ્યું કે માત્ર હું જ ન નહીં, કોંગ્રેસ પાર્ટી છોડીને જેટલા નેતાઓ જઈ રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ પાંચ મિનિટનો પણ ટાઈમ આપ્યો નથી. હાર્દિક પટેલે કહ્યું કે દાહોદની સભામાં પણ રાહુલ ગાંધીએ મને પાંચ મિનિટનો સમય આપ્યો નથી.