મુંબઈ ની જીત પર ઝૂમી ઉઠી RCB, વિરાટ કોહલી તો મન મુકીને નાચ્યો…જુઓ વિડીયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)નું પ્લેઓફમાં જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. શનિવારે, તેને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના હાથે 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની આ જીત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે મોટા સમાચાર લઈને આવી છે.
મુંબઈની જીત સાથે જ વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. જો દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતી ગઈ હોત તો તેઓ ક્વોલિફાઈ થઈ ગયા હોત અને આરસીબી બહાર થઈ ગઈ હોત. આવી સ્થિતિમાં કોહલી અને ટીમે મુંબઈનો સાથ આપ્યો અને દિલ્હીને હરાવવામાં સફળતા મેળવી.
RCB ટીમે આ મેચ મોટા સ્ક્રીન પર સાથે બેસીને જોઈ હતી. મુંબઈની ટીમની જીતની સાથે જ કોહલી અને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સહિત તમામ ખેલાડીઓ અને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. કોહલી સહિત બધાએ જોરદાર ડાન્સ કર્યો.
An incredible moment, but just another step on the journey. #Mission2022 #IPL2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/1GLSvFAKmd
— Freddie Wilde (@fwildecricket) May 21, 2022
RCBએ કોહલી અને અન્ય ખેલાડીઓનો સેલિબ્રેશન અને ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે. ફોટામાં પણ કોહલી, ડુ પ્લેસિસ અને મેક્સવેલ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સ્ટાફના સભ્યોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
RCB 16 પોઈન્ટ સાથે ચોથા નંબર પર રહીને પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. આ ઉપરાંત નંબર 1 પર ગુજરાત ટાઇટન્સ (GT), નંબર 1 પર રાજસ્થાન રોયલ્સ (RR) અને નંબર 3 પર લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ક્વોલિફાય થયા છે.
મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી દિલ્હીની ટીમ માત્ર 159 રન પર જ સિમિત રહી ગઈ હતી. રોવમેન પોવેલે 34 બોલમાં 43 અને રિષભ પંતે 33 બોલમાં 39 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 3 અને રમનદીપ સિંહે 2 વિકેટ લીધી હતી.
જવાબમાં મુંબઈની ટીમે 5 બોલ બાકી રહેતા 160 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી. ઓપનર ઈશાન કિશને 35 બોલમાં 48 રન, ડીવાલ્ડ બ્રેવિસે 33 બોલમાં 37 અને ટિમ ડેવિડે 11 બોલમાં 34 રન ફટકારીને મેચ જીતી લીધી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.