મોદી સરકારે કરી ઉચ્ચ લેવલ ની મિટિંગ, ટૂંક જ સમય માં જાહેર થઈ શકે છે આ મોટો નિર્ણય…જાણી લો

મોંઘવારીથી સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે. લોટ, દાળ, સિલેન્ડ, પેટ્રોલ-ડીઝલ બધાના ભાવ આકાશે આંબી રહ્યા છે. દિલ્હી હોય કે, મુંબઈ કે પછી અમદાવાદ દરેક જગ્યાએ લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ખુશ ખબર ! કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોદી સરકારે કર્યુ મોટું એલાન.જીવન જરૂરિયાતની મોટા ભાગની વસ્તુના ભાવ આકાશે આંબ્યા
ગેસ સિલેન્ડર 1000ને પાર પહોંચી ગયો છે. પેટ્રોલ 100 રૂપિયાની ઉપર છે. જ્યારે શાકભાજી પણ મોં ફુલાવીને બેઠા છે. મોંઘવારીની અસર દરરોજની જીવન જરૂરિયાત વસ્તુ પર પડી રહી છે.
છેલ્લા કેટલાય મહિનામાં ચોખાના ભાવમાં 5થી 6 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. લોટ 10 રૂપિયા મોંઘા થઈ ગયો છે. તેલમાં પણ 10થી 12 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
જ્યારે સાબૂ અને શેમ્પૂમાં 20થી 30 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બધું મળીને પેટ્રોલ અને ડીઝલના ભાવ સાથે જોડાયેલું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવથી ફક્ત વાહનોને જ નહીં, પણ રસોડાનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.
ત્યારે હવે સમાચાર આવ્યા છે કે, આગામી 2 દિવસમાં મોંઘવારી પર મોદી સરકાર સ્ટ્રાઈક કરવા જઈ રહી છે. એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એક હાઈલેવલ મીટિંગ થઈ છે.
ત્યાર બાદ મોદી સરકારે આ નિર્ણય કર્યો છે કે, ખાવા પીવાની જે વસ્તુઓના ભાવ વધ્યા છે, તેને કંટ્રોલમાં કરવામા આવે. એટલુ જ નહીં, ડીઝલ અને પેટ્રોલના ભાવને લઈને પણ આવનારા દિવસોમાં મોટી જાહેરાત શક્ય છે. કુલ મળીને આગામી બે દિવસમાં મોંઘવારી પર મોદી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.