ગ્રીષ્મા નો વધુ એક વિડિયો વાઈરલ થયો , હસતી ખેલતી ગ્રીષ્મા ને જોઈ ને તમને પણ આંખો માં પાણી આવી જશે

ગ્રીષ્મા નો વધુ એક વિડિયો વાઈરલ થયો , હસતી ખેલતી ગ્રીષ્મા ને જોઈ ને તમને પણ આંખો માં પાણી આવી જશે,સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. ફેનિલે હત્યા બાદ પોતાની હાથ પર ચપ્પુ મારી આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું.
જેથી હોસ્પિટલમાં સારવાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં કઠોર બાદ સુરતની કોર્ટમાં કેસ ચાલી જતા આજે ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટે અંતિમવાર કંઈ કહેવું હોય તો કહી શકો છો.
પરંતુ ફેનિલ એક પણ શબ્દ બોલ્યો ન હતો અને જાણે મૌન ધારણ કરી લીધું હતું.સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી.ત્યારે સરકારી વકીલ નયન સુખડવાલાએ સાહેદની પણ પૂછપરછ કરી હતી અને આ કેસ બાબતે તજવીજ કરવામાં આવી હતી.
તો બીજી તરફ એફએસએલ દ્વારા પણ જાણવા મળ્યું છે કે, આ વીડિયોમાં કોઈપણ પ્રકારનો છેડછાડ કે બદલાવ કરવામાં આવ્યો નથી. આ વિડીયો તદ્દન ઓરીજનલ છે.આજે ભલે તેમના પરિવારની સાથે દીકરી ગ્રીષ્મા નથી પરંતુ તેની તમામ યાદો તેમના પરિવારજનોની સાથે છે અને જીવનમાં જ્યારે વ્યક્તિ છોડીને ચાલ્યા જાય છે
ત્યારે તેમની સાથે વિતાવેલી દરેક પળ જીવન નું સુખદ સંભારણું બની જતી હોય છે અને હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે અને આ વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો.
ફેનિલે ગુનો કબૂલ ન કરતા કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી.ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, 16 એપ્રિલના રોજ સુનાવણી હતી.
કોર્ટે કહ્યું હતું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? કોર્ટે પૂછેલા પ્રશ્નોના એકપણ વખત ફેનિલે જવાબ ન આપ્યો. કોર્ટે આગળ કહ્યું હતું કે સજા પહેલાં કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો.
વારંવાર કોર્ટે ફેરવીને કહ્યું કે તમારે અંતિમ કઈ કહેવું હોય તો કહી શકો છો, પરંતુ ફેનિલ એકપણ શબ્દ ન બોલ્યો.સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી, જેમાં હત્યા ઉશ્કેરાટમાં નથી, આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા.