સ્પોર્ટ્સ

ઈશાન કિશન કે બુમરાહ નહિ પણ આ ખેલાડીના માથે મુકાશે મુંબઈ નો ભાર…રોહિત શર્મા એ કરી દીધી ઘોષણા

આ આઈપીએલમાં આવા ઘણા યુવા ખેલાડીઓ જોવા મળ્યા છે, જેમના માટે આ વર્ષની આઈપીએલ ઘણી ખાસ રહી છે. તેમાંથી એક તિલક વર્મા છે, જે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે, જેઓ પોતાની પહેલી આઈપીએલ રમી રહ્યા છે. તિલક વર્મા માત્ર 19 વર્ષના છે. આ યુવા ખેલાડીએ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ટીમ માટે છેલ્લી મેચમાં તિલક વર્માએ 32 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા.

તિલક વર્માની પ્રથમ આઈપીએલ તેમના માટે ઘણી સારી સાબિત થઈ છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી કુલ 12 મેચ રમી છે, જેમાં તેણે 41ની એવરેજથી 368 રન બનાવ્યા છે. તિલક પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 133 રહ્યો છે. તેણે આ સિઝનમાં 2 અડધી સદી પણ ફટકારી છે.

ચેન્નાઈ સામે રમાઈ રહેલી મેચમાં તિલક વર્માની રમત જોઈને પૂર્વ ભારતીય ક્રિકેટર અને તે મેચના કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે, આ ખેલાડી આવનારા સમયમાં મુંબઈનો કેપ્ટન બનશે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ તિલક વર્મા વિશે વાત કરતા કહ્યું કે,

“તિલક વર્મા ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે, તેણે મુશ્કેલ સમયમાં સારું પ્રદર્શન કર્યું છે. આ રીતે શાંત મનથી રમવું સરળ કામ નથી. તિલક તમામ ફોર્મેટનો ખેલાડી છે. તેની પાસે સારી ટેકનિક છે.”

“તિલકની અંદર સારું કરવાની ભૂખ છે. અને તેઓ હવે સાચા માર્ગ પર છે. આપણે બધાની નજર તેના પર છે.” બીજી તરફ મુંબઈની વાત કરીએ તો આ વર્ષ તેમના માટે ઘણું ખરાબ રહ્યું છે. મુંબઈએ આ સિઝનમાં અત્યાર સુધી 12માંથી માત્ર 3 મેચ જીતી છે. મુંબઈ આ સિઝનની પહેલી ટીમ હતી જે પ્લેઓફમાંથી બહાર થઈ હતી. જોકે, તેણે ચેન્નાઈ સામેની છેલ્લી મેચ જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *