IPS ઓફિસર રૂપિન શર્મા દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વ્યક્તિએ 37મી વખત લગ્ન કર્યા છે. આ વ્યક્તિ તેના 37માં લગ્ન કરી રહ્યો હતો, જે દરમિયાન તેની 28 પત્નીઓ પણ તેની સાથે હાજર હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કહેવાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ તેની 28 પત્નીઓ, 35 બાળકો અને 126 પૌત્ર-પૌત્રીઓની સામે તેની 37મી પત્ની સાથે લગ્ન કરી રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરતા IPS ઓફિસર રુપિન શર્માએ લખ્યું- સૌથી બહાદુર માણસ.
BRAVEST MAN….. LIVING
37th marriage in front of 28 wives, 135 children and 126 grandchildren.👇👇 pic.twitter.com/DGyx4wBkHY
— Rupin Sharma (@rupin1992) June 6, 2021
આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો છે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. આ વીડિયો પર યુઝર્સ દ્વારા વિવિધ પ્રકારની કોમેન્ટ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જૂન 2020માં પણ વાયરલ થયો હતો અને હવે તે ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- કેટલું સારું નસીબ છે, અહીં માત્ર એકને હેન્ડલ કરવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો 45 સેકન્ડનો છે. લોકો આ વીડિયોને લાઈક અને શેર પણ કરી રહ્યા છે.