ઓપ્ટિકલ ભ્રમ સરળતાથી કોઈને પણ મૂંઝવી શકે છે અને ઇન્ટરનેટ તેનાથી ભરેલું છે. હવે સિક્યોરિટી ગાર્ડની તસવીર તમને વધુ મૂંઝવી દેશે. તો ચાલો જાણીએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા માથા વગરના સિક્યોરિટી ગાર્ડના આ ફોટોનું સત્ય શું છે.
Reddit પર શેર કરવામાં આવેલી તસવીરમાં એક સુરક્ષા ગાર્ડ બંધ દુકાનની સામે ખુરશી પર બેઠેલો જોવા મળે છે. બાય ધ વે, આ એકદમ સામાન્ય બાબત છે કારણ કે ઘણીવાર ઘર, દુકાન કે ઓફિસની બહાર ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ બેઠેલા જોવા મળે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ફોટામાં વ્યક્તિનું માથું દેખાતું નથી.
શું તમે પણ આ જોઈને મૂંઝવણમાં છો? તમને જણાવી દઈએ કે આ તસવીર જોયા પછી માત્ર તમે જ કન્ફ્યુઝ થઈ રહ્યાં નથી, લોકોને તસવીર પાછળનું રહસ્ય સમજવામાં ઘણો સમય લાગ્યો. બાદમાં જાણવા મળ્યું કે ગાર્ડ નિદ્રા લઈ રહ્યો હતો અને તે દરમિયાન તેનું માથું ઘણું પાછળ ગયું હતું. જે તસ્વીરમાં દેખાતું નથી.
આ પોસ્ટને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ અપવોટ અને ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. તસવીરને ડરામણી ગણાવવાથી લઈને તસવીર પાછળનું રહસ્ય જાણવા સુધી લોકોએ કોમેન્ટમાં ઘણું બધું કહ્યું છે.