મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની આ માત્ર ત્રીજી જીત છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ એક ખેલાડીના જોરદાર વખાણ કર્યા છે. તેણે કહ્યું કે આવનારા સમયમાં આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમતા જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે તિલક વર્માનું આઈપીએલમાં આ પહેલું વર્ષ છે. તે ખૂબ જ સારી બેટિંગ કરે છે. જ્યારે પણ તમે તિલક સાથે વાત કરો છો ત્યારે તેમનામાં રનની ભૂખ દેખાય છે. આટલું શાંત મન રાખવું ક્યારેય સહેલું નથી હોતું. તે ટૂંક સમયમાં ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમતા જોવા મળશે.
તેની પાસે સારી ટેક્નિક અને સ્વભાવ છે. આગળ બોલતા રોહિત શર્માએ કહ્યું કે અમે ભવિષ્ય પર નજર રાખી રહ્યા છીએ, અમે મેચ જીતવા માંગીએ છીએ અને અમે કેટલાક ખેલાડીઓને પણ અજમાવવા માંગીએ છીએ. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, “શરૂઆતમાં જ્યારે અમારી વિકેટો પડી ત્યારે અમે થોડા નર્વસ હતા, પરંતુ અમને વિશ્વાસ હતો કે અમે મેચ જીતી જઈશું.
અમે વાનખેડેની પીચ જાણીએ છીએ.પ્રારંભિક વિકેટ પડી ગયા પછી, તિલક વર્મા (અણનમ 34) સાવચેતીથી રમ્યા અને ટીમને જીત તરફ દોરી ગયા. રોહિતે કહ્યું, “તિલકે પહેલા વર્ષમાં જ અદ્ભુત કામ કર્યું છે, તેની ભાવના શાનદાર છે.” મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે.
સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022માં પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યું નથી. IPLની 12માંથી 9 મેચમાં મુંબઈ હાર્યું છે. ડેનિયલ સેમ્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેના તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. સેમસે ઘાતક બોલિંગ કરીને ચાર ઓવરમાં 16 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.