ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા પર જાનલેવા હુમલો, કપડાં ફાડી નાખ્યાં અને ધોકે ધોકે …. – જાણો સમગ્ર મામલો

ગુજરાત ની જાણીતી સિંગર કાજલ મહેરિયા પર જાનલેવા હુમલો, કપડાં ફાડી નાખ્યાં અને ધોકે ધોકે ….. – જાણો સમગ્ર મામલો,ગુજરાતના જાણીતી ગીતકાર કાજલ મહેરીયા પર સોમવારે રાત્રિ દરમિયાન હુમલો થવાની ઘટના સામે આવી છે. પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર એટેક કરાયો હતો.
કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમ્યાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ છે. જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારપુરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી.
કાજલ મહેરિયા જાણીતી વ્યક્તિ હોવાથી આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા પણ હુમલાની તપાસ આરંભી દેવામાં આવી હતી. આ કેસમાં હવે આસપાસના વિસ્તારના સીસીટીવી સહિતની ટેક્નિકલ તપાસના આધારે હુમલાખોરો સુધી પહોંચવા માટે પોલીસ પ્રયાસ કરશે. આ હુમલામાં કાજલ મહેરિયાને ઈજાઓ પહોંચી છે અને તેમની ગાડીને પણ નુકશાન થયું છે.
કાજલ મહેરિયા ધારપુરમાં એક લાઈવ ડીજે પ્રોગ્રામમાં ભાગ લેવા માટે જતા હતા તે સમયે આ ઘટના બની હતી. કાજલની ફોર્ચ્યુનર કારને હુમલાખોરેએ ઉભી રાખી હતી અને ગાડીના કાચ તોડી કાજલના ગળામાં પહેરેલી 3 લાખની કંઠી પણ લૂંટી લેવામાં આવી હત અને કાજલને પણ ટી શર્ટ ફાડી નાખીને તેમને માર મારવામાં આવ્યો હતો.આ સાથે કાજલ મહેરિયાનું સ્ટેટમેન્ટ લઈને તેમને કોઈ ધમકી મળી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે.
કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગર પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો છે. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. કાજલ મહેરિયા પર હુમલાની ઘટના અને તેમને ધારપુરમાં દાખલ કરાયા હોવાની ખબર આસપાસના વિસ્તારોમાં વાયુવેગે પ્રસરી જતા હોસ્પિટલ ખાતે કાજલના ચાહકો દોડી આવ્યા હતા.
આ કેસમાં પોલીસે મોડી રાત્રે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે જેમાં એક નામજોગ ફરિયાદ છે બાકી ચાર અજાણ્યા ઈસમો હતા. કાજલ મહેરિયા પર હુમલાના પ્રયાસ બાદ તેમણે પહેરેલી સોનાની ચેન પણ લૂંટવામાં આવી હતી. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.