સ્પોર્ટ્સ

CSK ના ફેન્સ માટે દુઃખદ સમાચાર, બાપુએ પહેલાં તો કેપટનશીપ છોડી અને હવે તો IPL ને કહ્યું અલવિદા…

ચેન્નઈ સુપર કિંગ્સ ના પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા આઈપીએલ 2022 માંથી બહાર થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે સાંજે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. રવિન્દ્ર જાડેજાને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઈજા થઈ હતી તેને કારણે તે હવે પછીની મેચોમાંથી બહાર નીકળી ગયો છે.

ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને કહ્યું કે પાંસળીમાં ઈજા થવાને કારણે ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા આઈપીએલમાંથી બહાર થયો છે. બુધવારે સાંજે જારી કરેલા નિવેદનમાં કહ્યું, “રવિન્દ્ર જાડેજા પાંસળીમાં ઈજાના કારણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઉપલબ્ધ ન હતો.

હાલમાં તે મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે, તેના આધારે તે આઈપીએલ 2022 ની બાકીની સિઝનમાંથી બહાર થઈ ગયો છે.” જાડેજા અને ચેન્નાઈની ટીમ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. ચેન્નઈના ટીમ મેનેજમેન્ટે રવિન્દ્ર જાડેજાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનફોલો પણ કરી દીધો છે.

જો કે આ દાવો માત્ર સોશિયલ મીડિયા પર જ કરવામાં આવી રહ્યો છે. હવે માનવામાં આવી રહ્યું છે કે જાડેજાની બહાર નીકળવાની પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. વાસ્તવમાં જાડેજા આજકાલ ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી.

આ મેચ ચેન્નઈએ ગુમાવી હતી. આ પછી ટીમની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે હતી, જેમાં જાડેજા ઈજાના કારણે રમ્યો નહતો. દિલ્હી સામેની મેચમાં ચેન્નાઈએ જીત મેળવી હતી. રવિન્દ્ર જાડેજાની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ટીમ શરુઆતની આઠ મેચ રમી હતી, જેમાંથી માત્ર બે જ મેચ જીતી શકી હતી.

જાડેજાની બેટીંગ અને બોલિંગમાં પણ કેપ્ટન્સીની અસર જોવા મળી હતી. ખરાબ પ્રદર્શનના કારણે જાડેજાએ ધોનીને કેપ્ટનશિપ પરત સોંપી હતી. આવી સ્થિતિમાં, ચેન્નઈની ટીમ અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમી છે, જેમાંથી માત્ર 4 જ જીતી શકી છે. આ ટીમ પોઇન્ટ ટેબલમાં 8 પોઇન્ટ સાથે 9માં નંબર પર છે. સાથે જ ચેન્નઈની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ હવે પહેલા જેવી નથી રહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *