સુરતમાં વર્ષો જૂની પરંપરા જીવિત થઈ, જોવા મળ્યા એવા દ્ર્શ્યો કે તમે પણ કહેશો વાહ વાહ!

સુરતના મોટા વરાછા સુદામાચોક વિસ્તારમાં એક અનોખી જાન જોવા મળી છે. આ જાનમાં બેન્ડવાજાની જગ્યાયે ગુજરાત રાજ્ય સરકારની પોલીસ બેન્ડ, બગીની જગ્યાએ બળદ ગાડુ, ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતીમાં વાપરવાનો નિર્ણય અને જય જવાન અને જય કિસાનના નાદ સાથે દેશ ભકિતના સુરે અશ્વ સ્વારોને સંગ મોટા વરાછાના સુદામા ચોક પર જાન નીકળી હતી.
સુરતમાં એક અનોખા વરઘોડાએ આકર્ષણ જમાવ્યું છે. વરઘોડાની વિશેષતા એ હતી કે વરરાજા શણગારેલા બળદગાડામાં આવ્યા હતા. આ વરઘોડામાં 2 બળદગાડા, 15 અશ્વસવારો, 40 ડેકોરેટિવ કરેલી ઇકોથી લઇ મોંઘીદાટ સુધીની ગાડીઓ પણ હતી. કાર ઉપરાંત પોલીસ બેન્ડે પણ વરઘોડામાં આકર્ષણ જમાવ્યું હતું.
જાનમાં આવેલા મહેમાનો કારમાં બેઠા હતા પરંતુ વરરાજા બળદગાડામાં બેસી લોકોને પોતાની જુની ઓળખ યાદ અપાવી હતી. ઘેલાણી પરીવાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતિમાં આપવામા આવી હતી.
જેમા શ્રી ગોરક્ષનાથ આશ્રમ જુનાગઢ ખાતે ચાલતા અન્નક્ષેત્રમા 11,000નું અનુદાન, કરુણા ચેરીટેબલ ટ્રસ્ટને 21,000નું અનુદાન, ગૌકુળ ચેરીટેબલ ટ્રસ્ટને 11,000 ગૌકુળ પરીવારને 11,000નું અનુદાન અને ગુજરાત પોલીસ બેન્ડ ને 15,000ની રકમ આપી અનોખી પહેલ કરવામાં આવી હતી.
આ લગ્ન પ્રસંગમાં શ્રી ગોરક્ષનાથ આશ્રમના મહંત પીરયોગી શ્રી શેરનાથ બાપુ, કામરેજના ધારાસભ્ય વી.ડી.જાલાવડીયા, ગુજરાતના અગ્રણી ઉધોગપતી જીવરાજભાઇ ધારુકા , પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઇ સવાણી , શ્રી સૌરાષ્ટ પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, આપ ગુજરાત ના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા, શ્રી ખોડલધામ સુરતના કન્વીનર ધાર્મીકભાઇ માલવીયા, ગુજરાત પાસના કન્વીનર અલ્પેશભાઇ કથીરીયા અને અન્ય મહાનુભાવોયે આ અનોખા લગ્ન પ્રસંગ મા હાજરી આપી આ ભવ્ય વિશેષ લગ્ન સમારોહ ને વધાવ્યા હતા.