એક એવું ગામ જ્યાં લોકો કુંભકર્ણ ની જેમ પડ્યા જ રહે છે, કારણ જાણીને ભાન ભૂલી જશો: દુનિયામાં ઘણી અજીબ જગ્યાઓ છે, જે વિષે સાંભળીને નવાઈ લાગે છે. આજે એવા જ એક ગામ વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં લોકો ક્યારેય પણ સુઈ જાય છે. અહી રહેનાર લોકો ઘણા મહિનાઓ સુધી સુતા રહે છે. આ વાત સાંભળવામાં અજીબ લાગતી હશે પણ આ સત્ય છે. આવો આ ગામ વિષે વિસ્તારથી જાણીએ.
આ ગામનાં લોકો ઘણા મહિનાઓ સુધી સુતા રહે છે. આ કારણે ગામને સ્લીપી હોલો પણ કહેવામાં આવે છે. અહીના લોકોને મોટેભાગે સુતા જોવા મળે છે. આ જ કારણે આ લોકો પર ઘણા રિસર્ચ પણ કરવામાં આવ્યા છે.
આ ગામમાં અચાનક સુવાનો મામલો વર્ષ 2010માં સામે આવ્યો હતો. એક સ્કૂલમાં બાળકો અચાનક પડી ગયા અને સુવા લાગ્યા. ધીરે ધીરે આ બીમારી આખા ગામમાં ફેલાઈ ગઈ. ત્યાર બાદથી અહી ઘણા રિસર્ચ થવા લાગ્યા. પરંતુ તમામ કોશિશો બાદ પણ વૈજ્ઞાનિક આ સંપૂર્ણ રીતે શા માટે થાય છે તે જાણી શક્યા નથી. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2015માં અચાનક આ બિમારી ગાયબ થઇ ગઈ હતી.
કલાંચી ગામમાં લોકોના અચાનક સુવાના મામલાઓને લઈને માનવામાં આવે છે કે અહી યૂરેનિયમનો ઝેરીલો ગેસ નીકળે છે. આ કારણે અહીનાં લોકોમાં સુવાની આ અનોખી બીમારી જોવા મળે છે. ઝેરીલા ગેસને કારણે અહીનું પાણી પણ દૂધિત થઇ ગયું છે. આ વિષ વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે અહીના પાણીમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ છે, જેને કારણે લોકો અહી મહિનાઓ સુધી સુતા રહે છે.