અમદાવાદ માં ફળોના રાજા પર મોંઘવારી નું કાળું ગ્રહણ, માત્ર એક કિલો કેસર કેરી ના ભાવ….😮😮

આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન 50 ટકા ઘટી ગયું છે. આંબા પર માત્ર હવે 30 ટકા જેટલી કેરી બચી છે. જોકે ચાલુ વર્ષે કેસર કેરીના સ્વાદ રસિયાઓને પણ કેરી કડવી લાગશે. કારણ કે આ વખતે અમદાવાદમાં કેસર કેરીના ભાવ પ્રતિકિલોએ 200 રૂપિયાએ પહોંચી જવા પામ્યા છે.
ઉલ્લેખીય છેકે, બજારમાં કેસર કેરીનું આગમન તો થઈ ગયું પણ મોંઘવારીએ કેસર કેરીનો સ્વાદ ફિક્કો કર્યો છે. બીજી બાજુ માવઠાં અને રોગચાળાના લીધે કેસર કેરીના ભાવોમાં પણ ઘણો ઉછાળ જોવા મળ્યો છે. જેથી કેસર કેરીના રસીકો માટે આ વર્ષે કેરીની મીઠાશ મોંઘી લાગશે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વિદેશોમાં કેસર કેરીની ધૂમ નિકાસ થતી હોય છે. મોટા ભાગે આરબ કન્ટ્રી, યુકે તરફ વધુ કેરી એક્સપોર્ટ થાય છે. આ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે કેરીનો ભાવ ડબલ છે.
કાર્ગો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ખૂબ જ વધી ગયો છે. તેથી દર વર્ષની જેટલી માત્રામાં આ વર્ષે કેરીની નિકાસ થવાની શક્યતા ઓછી છે, કારણ કે ખેડૂતોને લોકલ માર્કેટમાં જ સારા ભાવ મળી રહે છે. મહત્વનું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે વારંવાર થયેલો કમોસમી વરસાદ, વાવાઝોડું અને આંબામાં મોર આવવાના સમયે ઠંડકવાળા વાતાવરણના કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે.
તેમાં પણ આ વર્ષે ગરમી વહેલી અને વધુ પડતી કાળઝાળ બનતાં આંબા પર જે કેરી પાકી રહી છે તેને માઠી અસર પહોંચી છે. વધુ પડતી ગરમીના કારણે આંબા પર ઊગેલી નાની કેરી ખરી પડી છે.