અમદાવાદી ઓ ને ઉભે-ઉભો પીગળાવી નાખતા તડકાથી બચાવવા માટે સરકારે લીધું મહત્વનું પગલું… જાણીને આનંદ થશે

0

હાલમાં સમગ્ર રાજ્યનાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં જો કોઈ કામસર આપણે શહેરમાં બાઈક કે કારમાં નિકળીને ત્યારે જો સિગ્નલ બંધ હોય તો આગ ઓકતા તડકામાં ઉભા રહેવું પડે છે. આ દરમિયાન જો બાઈક પર નાનું બાળક કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમને આ આકરા તાપમાં ઉભા રહેવામાં ઘણી મુશ્કેલી પડે છે.

આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસ દ્વારા આપ સૌને કાળઝાળ ગરમીથી બચાવવાની પહેલ કરી છે. અમદાવાદમાં 2 દિવસની ટ્રાયલ માટે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 60 સિગ્નલ બંધ રાખવામો અમદાવાદ પોલીસે નિર્ણય લીધો છે. પોલીસે કહ્યું કે, જો અમને આ ટ્રાયલમાં સફળતા મળશે, તો ઉનાળાના અંત સુધી આખા રાજ્યમાં સમાન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે.

દેશમાં પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને વધુ એક ઝટકો આપ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી જ આખા દેશમાં લાગુ થઈ ગઈ છે. એલપીજી સિલિન્ડરની કિંમત એવા સમયે વધી છે જ્યારે સામાન્ય માણસ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો સામનો કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર લોકો મોંઘવારીથી ત્રસ્ત થયા છે.

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ઓઈલ કંપનીઓએ 1 મેના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 102.50 રૂપિયા વધારીને 2355.50 રૂપિયા કરી હતી. અગાઉ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2253 રૂપિયા હતી. તેમજ 5 કિલોના એલપીજી કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધારીને 655 રૂપિયા કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed