સ્પોર્ટ્સ

IPL માં CSK ના ચાહકો માટે આવ્યા એકદમ ચોંકાવનારા સમાચાર… જાણીને આંચકો લાગશે

ચેન્નઈ સુપર કિંગ્સ એવી ટીમ છે, જેણે IPL ઈતિહાસમાં સૌથી વધુ 9 ફાઈનલ રમી છે. એક સમયે એવું કહેવામાં આવતું હતું કે અન્ય ટીમો IPL રમે છે, જેથી તેઓ ચેન્નઈને ફાઈનલમાં ટક્કર આપી શકે. આ ચેમ્પિયન ટીમ માટે IPL 2022 એક દુઃસ્વપ્ન જેવું રહ્યું છે.

10 મેચ રમ્યા બાદ CSK માત્ર 3 જીત નોંધાવવામાં સફળ રહી છે અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. કેટલાંક કારણો બહાર આવી રહ્યાં છે, જેમ કે મહેન્દ્ર સિંહ ધોનીએ સીઝનની શરૂઆતના 1 દિવસ પહેલાં કેપ્ટનશિપ છોડી દેવી, સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ ન કરવો, ધોની પછી યોગ્ય કેપ્ટન પસંદ ન કરી શકવો અને એક્સપ્રેસ સ્પીડ બોલરનો અભાવ.

સુરેશ રૈનાને ચેન્નઈમાં ચિન્ના થાલા કહેવામાં આવે છે. તેણે ચેન્નઈ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી હતી. આવી સ્થિતિમાં હરાજી દરમિયાન રૈનાને ન ખરીદવો CSK માટે નુકસાનકારક સાબિત થયું. હરાજી બાદ પણ રૈનાને ઓછી કિંમતે ખરીદી શકાયો હોત, પરંતુ એ પછી પણ ચેન્નઈએ તેને ટીમ સાથે જોડવાનું જરૂરી ન માન્યું. પરિણામે, ચેન્નઈ તમામ ખોટાં કારણોસર સીઝનની શરૂઆત પહેલાં જ ચર્ચામાં આવી ગઈ.

CSK મેનેજમેન્ટે સતત સ્પષ્ટતા કરવી પડી હતી કે રૈના ટીમ કોમ્બિનેશનમાં ફિટ નથી. ક્યાંક તો ટીમના અન્ય ખેલાડીઓ પણ રૈનાના વર્તનથી પ્રભાવિત થયા હતા. ખેલાડીઓનું ધ્યાન બીજી તરફ ગયું અને ટીમ સંપૂર્ણ તૈયારી સાથે IPLમાં પ્રવેશી શકી નહીં. રૈનાની ગેરહાજરી ટીમને ખૂબ જ ચૂકી ગઈ, કારણ કે મિડલ ઓર્ડરમાં તેના જેવો અન્ય કોઈ બેટ્સમેન ટીમને મળી ન શક્યો.

ટોપ 4માં ચાલી રહેલી તમામ ટીમો પાસે એક્સપ્રેસ સ્પીડ બોલર્સ છે. એવા બોલરો જે બેટ્સમેનને પોતાની ગતિથી બિટ કરી શકે છે અને તેની વિકેટ લઈ શકે છે. ગુજરાત પાસે લોકી ફર્ગ્યુસન, રાજસ્થાન પાસે ટ્રેન્ટ બોલ્ટ, લખનઉ પાસે આવેશ ખાન અને સનરાઇઝર્સ પાસે જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિક ઉપલબ્ધ છે.

145/kmph થી વધુ બોલિંગ કરનાર બોલરની ગેરહાજરી CSKને ખૂબ ભારે પડી. આ કારણે ચેન્નઈના કેપ્ટન માટે પાર્ટનરશીપ તોડવી ઘણી મુશ્કેલ હતી. વિકેટ લેનારા બોલરો માટે વિકલ્પનો અભાવ આખરે ચેન્નઈને ટુર્નામેન્ટમાંથી બહાર લઈ ગયો.

કહેવાય છે કે ધોની ગમે તે કરે પણ તેના વિશે કોઈને પણ જાણ હોતી નથી. ઓસ્ટ્રેલિયામાં સીરીઝની મધ્યમાં ધોનીએ જે રીતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તે ક્રિકેટ ઈતિહાસનો સૌથી ચોંકાવનારો નિર્ણય માનવામાં આવે છે. આ જ તર્જ પર, IPL સિઝન શરૂ થવાના એક દિવસ પહેલા સમાચાર આવે છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી છે અને રવિન્દ્ર જાડેજા ટીમના નવા કેપ્ટન હશે. આ નિર્ણય ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.

અચાનક થયેલી જાહેરાતથી ટીમના અન્ય ખેલાડીઓ પર નકારાત્મક અસર પડી હતી. ડેવોન કોનવે જેવા ખેલાડીઓ ધોનીને પૂછવા લાગ્યા, શું હું તમારી કેપ્ટનશીપમાં નહીં રમી શકું? તેના જવાબમાં માહીએ કહ્યું કે હું કેપ્ટન નહીં પણ આસપાસ રહીશ. જો આ નિર્ણય થોડા મહિના પહેલા લેવામાં આવ્યો હોત તો કદાચ ટીમમાં ગભરાટ ન હોત અને ખેલાડીઓ તૈયારી પર વધુ ધ્યાન આપી શક્યા હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *