આઇપીએલ 2022માં તમામ ટિમો જીત માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન મેદાને ઉતારે છે નવી આવેલ ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો હાર્દિક પંડયાની કેપ્ટનશીપ હેઠળ આ ટીમે અત્યાર સુધી 5 મેચમાં જીત મેળવી છે અને હાલમાં પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે સ્થાન મેળવ્યું છે.
હાલમાં જ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ગુજરાત 3વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ સિવાય હાર્દિક પંડયાની કેપ્ટનશીપ કારકિર્દી પણ સફળ સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે
ગુજરાતન ટાઇટન્સ માટે આ તેની પ્રથમ સિઝન છે અને પ્રથમ સિઝનમાં જ આ ટીમ ટ્રોફી જીતવા માટે સૌથી મોટી દાવેદાર બની છે પણ 5 જીત બાદ પણ હાર્દિક પંડ્યા માટે આ ખેલાડી માથાનો દુખાવો બન્યો છે.
હાર્દિક પંડ્યા આગામી મેચમાં આ ખેલાડીને ટીમમાંથી બહાર કરી શકે છે અને અન્ય યુવા ખેલાડીઓને તક આપી શકે છે. તમને જણાવી દઇએ કે ગુજરાતની છેલ્લી બે મેચમાં ત્રણ નંબર પર વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ખેલાડી રાજસ્થાન સામેની મેચમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો.
વિજય શંકરના કારણે મિડલ ઓર્ડર પર ખૂબ જ દબાણ જોવા મળ્યું છે આ ખેલાડીને ટીમ પાસે ઘણી આશા છે પરંતુ તે રન બનાવવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા આવનારા દિવસોમાં આ ખેલાડીને ટીમમાંથી બહાર કરશે.