દુબઈ થી આવતા જ ખજૂરભાઈ ને BAPS સંસ્થા એ આપ્યું મોટું દાન…. નીતિન જાનીએ તૌકતે વાવાઝોડા થી જે ઘરોને નુકસાન થયા હોય તેમને ફરી બનાવી આપવાની જે ઝુંબેશ ઉપાડી હતી તેમાં 200 ઘર પુરા થયા હતા જેની ઉજવણી માટે તેઓ પોતાની ટીમ સાથે દુબઇ ફરવા ગયા હતા જ્યાં 5 દિવસ ના પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે લોકો ને ખુબ પસંદ પડ્યા હતા.
5 દિવસમાં નીતિન જાનીએ જે મજા કરી તે વીડિયોનાં માધ્યમે લોકો સુધી પહોંચાડી અને સૌને દુબઈને પ્રવાસ કરાવી દીધો. તેમની ટીમમાં ભીખાકાકા અને સોમા કાકા બંને મોટી ઉંમરનાં છે અને છતાં પણ તેમને સાથે રાખીને જ નીતિન જાની દુબઈમાં ફર્યા હતા.
દુબઈથી પાછા ફર્યા બાદ તેઓ સુરત ગયા હતા. ત્યાં સ્વામીનારાયણ મંદિરમાં નીતિન જાનીની ટીમએ સેવા કાર્ય માટે દાન આપ્યું હતું. તેઓ સેવા કાર્ય માટે હંમેશા ઉભા રહે છે. હાલમાં જ તેમણે સંકલ્પ કર્યો હતો કે ગુજરાતમાં જેટલા પણ કાચા મકાન છે, તે પાકા બનાવી આપવાની કોશિશ તેઓ ચાલુ રાખશે.
સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 2.5 લાખ ની રકમ સેવા કાર્ય માટે નીતિન જાનીને આપવામાં આવી હતી જે વિડિયોનાં માધ્યમથી નીતિન જાનીએ જણાવ્યું છે જ્યાં કાર્યક્રમ માં નીતિન જાની આવતા જ ચાહકોની ભીડ લાગી હતી અને નીતિન જાનીને ગાડી સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું.
મંદિરમાં દર્શન બાદ ત્યાં સભામાં નીતિન જાનીની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના સેવાના કાર્યોનાં વીડિયો બતાવી લોકોને પ્રેરણા આપવામાં આવી હતી.