સ્પોર્ટ્સ

ગુજરાતની હાર બાદ ગુસ્સે થયો હાર્દિક પંડ્યા, આ દિગ્ગજ ખેલાડીને જ બધાની જ ગણાવી દીધો હારનું કારણ…

તાજેતરમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઇના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. આ સાથે જ પંજાબને આ સિઝનની પાંચમી જીત મળી છે. આ ઉપરાંત તેણે પોઇન્ટ ટેબલમાં મોટા ઉછાળા સાથે પાંચમાં ક્રમે સ્થાન મેળવ્યું છે.

ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે 16 ઓવરમાં આ લક્ષ્ય પૂર્ણ કરી જબરદસ્ત જીત મેળવી હતી. પંજાબ સામે મળેલી હાર ગુજરાત માટે આ તેની બીજી હાર છે. આ પહેલા હૈદરાબાદ સામે આ સિઝનની પહેલી હાર મળી હતી.

પંજાબ સામે હાર મળ્યા બાદ હાર્દિક પંડ્યા ખુબજ ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે જાહેરમાં આ વિસ્ફોટક ખેલાડીને હારનું કારણ ગણાવ્યો હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે. ગુજરાતનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પંજાબ સામેની મેચમાં ફ્લોપ સાબિત થયો હતો.

તેણે પોતાની 3 ઓવરમાં 29 રન આપ્યા હતા. આ દરમિયાન તેણે 1 વિકેટ ઝડપી હતી. પંજાબ સામેની મેચમાં તે વિરોધી બેટ્સમેનો સામે ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. જેના કારણે ટીમની હાર મળી છે. લોકી ફર્ગ્યુસનને ગુજરાત ટાઇટન્સ દ્વારા દસ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી પોતાની ઘાતક બોલિંગ માટે વિશ્વભરમાં જાણીતો છે. અત્યાર સુધી તેણે ગુજરાત માટે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ પંજાબ સામેની મેચમાં તે ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. હાર્દિક પંડ્યા આગામી મેચમાં કોઇ રિસ્ક લેવા ઇચ્છતો નથી. આવી સ્થિતિમાં તેને બહાર કરી શકે છે.

ગુજરાતની હવે આગામી મેચ મુંબઇ સામે 6 મેના રોજ રમાવાની છે. મુંબઇ સામે જીત મેળવવા માટે હાર્દિક પંડ્યા આ વિસ્ફોટક ખેલાડીને બહાર કરીને તેના સ્થાને યુવા ખેલાડીને તક આપી શકે છે. આ સિઝનમાં હાર્દિક પંડયાની કેપ્ટનશીપ કારકિર્દી સફળ થઇ રહી છે, પરંતુ ટ્રોફી જીતવા માટે હજી વધુ મહેનત કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *