પાટીદાર બિઝનેસ સમિટ નું આકર્ષણ , 36 કિલો ચાંદી માંથી ભગવાન સ્વામિનારયણની મૂર્તિ બનાવી,સુરતમાં ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નો પ્રારંભ થયો છે.
આ સમિટમાં 36 કિલો ચાંદીમાંથી બનાવાયેલા સ્વામિનાયારણ ભગવાન માટેના ‘ગોલ્ડન’ વાઘા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ભગવાનના વાઘા બનાવતા અંદાજે 95 જેટલા દિવસો લાગ્યા હતા. જેમાં 18 જેટલા કારીગરોએ કામગીરી કરી હતી.
પ્રેમવતી ગોલ્ડના જિગ્નેશ લક્કડે જણાવ્યું હતું કે, ભગવાનના વાઘા ભગવાને ગમતા રંગો અને વસ્તુઓથી બનાવ્યા છે. વાઘામાં હાથી, મોરપીંછ, રત્નોથી ચાંદી પર વાઘા બનાવ્યા છે. અમેરિકન ડાયમંડ અને રત્નોનો ઉપયોગ કર્યો છે. વધુ સમય ડિઝાઈન બનાવવામાં લાગ્યો હતો. પ્રોડક્શનમાં ઓછો સમય લાગ્યો હતો.
આ સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વરૂપના વાઘા છે. 8 ફૂટની મૂર્તિના માપ પ્રમાણે વાઘા બનાવ્યા છે.સુરતમાં સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે.
સરસાણા ખાતે તા. 29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ થકી 10 હજારથી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યાં છે.